કરણ જાેહરની જન્મ દિવસની પાર્ટી અલીબાગમાં યોજાશે
જાણીતા ડાયરેક્ટર કરણ જાેહરે બર્થ ડે સેલિબ્રેશન માટે પહેલાંથી જ મહેમાનોને આમંત્રણ મોકલાવી દીધાં છે
મુંબઈ: બોલિવુડના સૌથી મોટા પ્રોડ્યૂસર અને ડિરેક્ટરમાંથી એક કરણ જાેહર ૨૫ મે, ૨૦૨૧એ પોતાનો ૪૯મો બર્થ ડે સેલિબ્રેટ કરવા જઈ રહ્યો છે. કરણ જાેહર આમ તો પોતાનો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કરે છે, પરંતુ આ વખતે તે દર વખતની જેમ બર્થ ડે સેલિબ્રેટ કરવાનો નથી. કોરોના વાયરસની બીજી લહેરના કારણે ભીડ ભેગા થવા પર પ્રતિબંધ છે. તેવામાં ખબર પ્રમાણે, કરણ પોતાનો બર્થ ડે મુંબઈમાં પોતાના બાંદ્રાવાળા ઘર પર નહીં પરંતુ અલીબાગમાં મનાવવાનો છે
તેમાં માત્ર ગણતરીના લોકો સામેલ થશે. કહેવામાં આવી રહ્યું છે કે, કરણ જાેહરના બર્થ ડે સેલિબ્રેશનના લિસ્ટમાં વિરાટ કોહલી, અનુષ્કા શર્મા, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, શાહરુખ ખાન, ગૌરી ખાન, વિકી કૌશલ, કેટરીના કૈફ, વરુણ ધવન, નતાશા દલાલ, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય, મનિષ મલ્હોત્રા, કૃતિ સેનન, નેહા ધૂપિયા, અંગદ બેદી, જાન્હવી કપૂર, ખુશી કપૂર, કરીના કપૂર, સૈફ અલી ખાન, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, આદિત્ય રોય કપૂર, મહીપ કપૂર, સંજય કપૂર, ચંકી પાંડે, ભાવના પાંડે, અનન્યા પાંડે, ઈશાન ખટ્ટર, સીમા ખાન, નીલમ, ઝોયા અખ્તર, રાની મુખર્જી, આદિત્ય ચોપરા, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જેવા અન્ય ગણ્યા-ગાંઠ્યા સેલેબ્સનો સમાવેશ થાય છે.
મળેલા ન્યૂઝ પ્રમાણે, કરણ જાેહરે બર્થ ડે સેલિબ્રેશન માટે પહેલાથી જ મહેમાનોને આમંત્રણ મોકલી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે, પાર્ટી આજથી શરૂ થશે અને ૨૬ મે સુધી ચાલશે, જાે કે, કેટલાક આ પાર્ટીમાં સામેલ નહીં થાય તેવુ પણ કહેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને તેમાં અનુષ્કા-વિરાટ, સૈફ-કરીના, રણવીર-દીપિકા અને રાણી મુખર્જી-આદિત્ય ચોપરાનો સમાવેશ થાય છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરણ જાેહરનું પ્રોડક્શન હાઉસ હાલ ઘણી ફિલ્મોને પ્રોડ્યૂસ કરી રહ્યું છે. જેમાં વરુણ ધવન-કિયારા અડવાણીની ‘જુગ જુગ જિયો’, રણબીર-કેટરીનાની બ્રહ્માસ્ત્ર, વિજય દેવરકોંડા-અનન્યા પાંડેની ફિલ્મ ‘લાઈગર’ અને જાન્હવી કપૂરની દોસ્તાના-૨ જેવી ફિલ્મો સામેલ છે.