કરણ જાેહરે ટિપ ટિપ બરસા પાની ગીત પર ડાન્સ કર્યો
મુંબઈ, બોલિવૂડના ફેન્સ ટિપ ટિપ બરસા પાની ગીતથી અજાણ હોય તેવુ ભાગ્યે જ બની શકે. સૌથી પહેલા આ ગીત ફિલ્મ મોહરામાં જાેવા મળ્યુ હતું, જેમાં રવીના ટંડન અને અક્ષય કુમારે ડાન્સ કર્યો હતો. ત્યારપછી તાજેતરમાં રીલિઝ થયેલી ફિલ્મ સૂર્યવંશમમાં તેનું રિમેક જાેવા મળ્યુ હતું.
આ વખતે ડાન્સ વીડિયોમાં અક્ષય કુમારની સાથે કેટરિના કૈફ જાેવા મળી હતી. પરંતુ તાજેતરમાં એક રિયાલિટી શૉના સેટ પર જ્યારે બોલિવૂડ ફિલ્મમેકર કરણ જાેહરે આ ગીત પર ડાન્સ કર્યો તો ત્યાં હાજર તમામ લોકો હસીને લોટપોટ થઈ ગયા હતા. રિયાલિટી શૉ હુનરબાઝ- દેશ કી જાનમાં કરણ જાેહરે એક કન્ટેસ્ટન્ટ સાથે આ ગીત પર ડાન્સ કર્યો હતો.
હુનરબાઝ રિયાલિટી શૉનો આ પ્રોમો મેકર્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, કરણ જાેહર કન્ટેસ્ટન્ટ રોહિત ઠાકુર સાથે ફિલ્મ કુછ-કુછ હોતા હૈનો સીન રિક્રિએટ કરે છે. રાહુલ શલવાર-સૂટમાં જાેવા મળે છે. તે કરણને કહે છે કે, પ્લીઝ મારી સામે ના જુઓ, હું રોમાન્ટિક થઈ રહી છું.
કરણ તેને ફિલ્મનો ડાયલોગ કહે છે કે, મુજે દેખકર આપકો કુછ-કુછ હોતા હૈ? તો રાહુલ જવાબ આપે છે કે- તમે નહીં સમજાે. પ્રોમોમાં જાેઈ શકાય છે કે બીજા સીનમાં કરણ અને રાહુલ સ્ટેજ પર ટિપ ટિપ બરસા પાની ગીત પર ડાન્સ કરી રહ્યા છે. કરણ પણ ઠુમકા લગાવે છે અને રોહિત પણ ડાન્સ કરી રહ્યો છે.
કરણ એક જગમાં પાણી ભરીને રોહિતના ચહેરા પર નાખે છે. આ સિવાય ગુલાબની પાંખડીઓ પણ તેના પર નાખે છે. આ ડાન્સ જાેઈને શોના બાકીના બે જજ પરિણિતી ચોપરા અને મિથુન ચક્રવર્તી પેટ પકડીને હસે છે. સેટ પર હાજર તમામ લોકો હસીને લોટપોટ થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે આ રિયાલિટી શૉની શરુઆત ૨૨મી જાન્યુઆરીથી થશે. આ કાર્યક્રમ દર અઠવાડિયે શનિવાર અને રવિવારના રોજ રાત્રે નવ વાગ્યે કલર્સ ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.SSS