કરણ જાેહરે પરિણીતી ચોપરા માટે વર શોધી કાઢ્યો
મુંબઈ, કરણ જાેહરને બોલિવૂડનો બેસ્ટ મેચ મેકર માનવામાં આવે છે. ઘણી વખત તેણે કહ્યું છે કે, તે કપલ માટે નસીબદાર છે. હવે કરણ જાેહર પરિણીતી ચોપરાના લગ્ન કરાવવા અને તેના માટે વર શોધવા માટે તૈયાર છે. વાસ્તવમાં, જ્યારે કરણ જાેહર કલર્સ શો હુનરબાઝમાં મેચમેકર તરીકે પોતાની પ્રશંસા કરી રહ્યો હતો, ત્યારે પરિણીતી ચોપરાએ તેને પૂછ્યું કે, તેણે અત્યાર સુધી તેના લગ્ન કેમ નથી કરાવ્યા.
આ પછી કરણ જાેહરે આગાહી કરી હતી કે, તે પણ આ વર્ષે લગ્ન કરશે. હવે કરણ જાેહરે આ વાત કરતાની સાથે જ ચર્ચાનું બજાર ગરમ થઈ ગયું છે કે, શું પરિણીતી ચોપરા ખરેખર આ વર્ષે લગ્ન કરવા જઈ રહી છે. કારણ કે ક્યારેક કરણ જાેહર મજાકમાં સાચું બોલે છે. આવી સ્થિતિમાં પરિણીતી ચોપરાના ફેન્સ પણ કહી રહ્યા છે કે, અભિનેત્રી આ વર્ષે લગ્ન કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, હુનરબાઝ શોમાં પરિણીતી માટે સારા છોકરાની શોધ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ કરણ જાેહરે પોતાના વખાણ કરતા કહ્યું કે, તે કપલ માટે કેટલો લકી છે. તેના પર પરિણીતી ચોપરાએ કહ્યું કે, શા માટે અત્યાર સુધી તેને પાર્ટનર મળ્યો નથી. આના પર કરણ જાેહરે પરિણીતીને વચન આપ્યું હતું અને કહ્યું હતું કે, ‘તું પણ આ વર્ષે ચોક્કસ’ પૂર્ણ થઈ જઈશ.
આ પછી, શોના હોસ્ટ, હર્ષ પરિણીતીનો પરિચય એક સ્પર્ધક સાથે કરાવે છે અને કહે છે કે ઓછામાં ઓછી એક તક તો આપવી જાેઈએ. શોમાં રમુજી ક્ષણ ત્યારે આવે છે જ્યારે કરણ જાેહર હકિકતમાં તેના માટે મેચ મેકિંગ કરે છે. વાસ્તવમાં, શોમાં એક સ્પર્ધક પોતાનું નામ રાકેશ રોશન જણાવે છે, જેના પર કરણ પરિણીતીને ફરીથી ચીડવે છે અને તેને પૂછે છે કે, મિસિસ રોશન કેવું લાગ્યું? તમારું જાેડાણ રાકેશ જી સાથે થઈ ગયું છે. આ સમયે પરિણીતી ચોપરા ખૂબ જ મસ્તી કરતી જાેવા મળી હતી.SSS