કરણ જોહરે બાળકો યશ અને રુહીનો વીડિયો શેર કર્યો
મુંબઈ, ફિલ્મમેકર કરણ જાેહર ઘણીવાર ઈન્સ્ટાગ્રામ પર પોતાના બાળકોના ફોટો અને વીડિયો શેર કરતો હોય છે. તાજેતરમાં તેણે પોતાના બાળકો યશ અને રુહીનો એક મજાનો વીડિયો શેર કર્યો છે, જેમાં જાેઈ શકાય છે કે તે બન્નેને ધમકાવી રહ્યો છે.
પરંતુ બાળકો કરણ જાેહરને જે વળતો જવાબ આપે છે તે સાંભળીને કરણ પણ ચોંકી જાય છે. કરણ જાેહરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે કરણ જાેહર દીકરા યશ અને દીકરી રુહીને ધમકાવી રહ્યો છે. તે બાળકોને કહી રહ્યો છે કે, તમે બન્ને ઘણાં તોફાની બની ગયા છો, જાઓ જઈને હોમવર્ક કરો.
આ સાંભળીને બન્ને બાળકો એકસાથે કહે છે- ડેડી, ટેક એ ચિલ પિલ. બાળકોના મોઢે આ વાત સાંબળીને કરણ જાેહર પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. કરણ જાેહર અને તેના બાળકોના આ વીડિયો પર ઈન્ડસ્ટ્રીના મિત્રો ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને બાળકો પર પ્રેમ વરસાવી રહ્યા છે.
રણવી સિંહ, ભૂમિ પેડનેકર સહિત અનેક સેલેબ્સે કમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે, ટેક અ ચિલ પિલ એ કરણ જાેહરની ફિલ્મ કભી ખુશી કભી ગમનો ડાયલોગ છે. અત્યારે કભી કુશી કભી ગમના ૨૦ વર્ષ પૂરા થયા હોવાને કારણે તમામ લોકો ફિલ્મને યાદ કરી રહ્યા છે. માત્ર ફિલ્મ સાથે જાેડાયેલા લોકો જ નહીં, અન્ય લોકો પણ ફિલ્મના સીન્સ રિક્રિએટ કરી રહ્યા છે. આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂરે પણ ફિલ્મમાં કરીના કપૂરના પાત્રના સીન્સ રિક્રિએટ કર્યા છે.
આ દરમિયાન કરણના બાળકો પર પણ ફિલ્મનો જાદુ છવાયેલો જાેવા મળ્યો. કરણે આ વીડિયો પોસ્ટ કરીને લખ્યું છે કે, કહેવામાં આવે છે કે તમે જે કરો તે વળીને તમારી પાસે જ પાછું આવે છે. અને જુઓ મારા બાળકો મને ચિલ પિલ લેવાનું કહી રહ્યા છે. કરણ જાેહરે કભી ખુશી કભી ગમના ૨૦ વર્ષ સમાપ્ત થવા પર એક બીટીએસ વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં ફિલ્મના શાનદાર સીન સિવાય સેટ પર એક્ટર્સની મજાની ક્ષણો પણ દર્શાવવામાં આવી છે.SSS