Western Times News

Gujarati News

કરણ સલમાન ખાન કરતા પણ ખરાબ: સોફિયા હયાતે

મુંબઈ, બોલીવૂડો જાણીતો ડાયરેક્ટર કરણ જાેહર બિગ બોસ ઓટીટીને હોસ્ટ કરી રહ્યો છે. જાેકે, હોસ્ટિંગને લઈને તેની ઘણી ટીકાઓ થઈ રહી છે. હવે બિગ બોસ ૭ની સ્પર્ધક રહી ચૂકેલી સોફિયા હયાતે કરણ જાેહરની આકરી ટીકાઓ કરી છે. ઘણા બધા સેલિબ્રિટી અને સોશિયલ મીડિયા યુઝર્સ કરણ જાેહરની હોસ્ટિંગ સ્ટાઈલને લઈને નાખુશ છે. સોફિયાએ જણાવ્યું છે કે કરણ જાેહર સલમાન ખાન કરતા પણ ખરાબ છે. તેઓ હિંસા અને નેપોટિઝમને પ્રોત્સાહન આપી રહ્યા છે. જાે આ શો યુકેમાં ચાલતો હોત તો તેમને તાત્કાલિક બંધ કરવો પડ્યો હોત કારણ કે તેમાં હિંસક અને આક્રમક વર્તનને પ્રોત્સાહન આપવામાં આવે છે.

કરણ જૂની રીતથી કામ કરે છે અને ઊંચી ટીઆરપી મેળવવા માટે લોકોનું અપમાન કરી રહ્યો છે. હાલમાં આધ્યાત્મના માર્ગે રહેલી સોફિયાએ જણાવ્યું હતું કે, ભારત આધ્યાત્મની ભૂમિ છે જ્યાંનો ધર્મ કોઈને નુકસાન પહોંચાડવાનો નથી. કરણ અને બિગ બોસ આ ધર્મની વિરુદ્ધ વર્તી રહ્યા છે. તેઓ શાંતિનો ભંગ કરી રહ્યા છે અને હિંસા અને નેપોટિઝમને પ્રોત્સાહન આપી રહ્યા છે અને માનવતાનું અપમાન કરી રહ્યા છે. તેઓ લોકોની કમનસીબી પર હસી રહ્યા છે. હું આવા શોમાં ક્યારેય નહીં જાઉ. તેઓ એવો નેગેટિવ પ્રોગ્રામ બનાવી રહ્યા છે જેને સમગ્ર વિશ્વમાં જાેવામાં આવી રહ્યો છે.

તમને શું લાગે છે કે ભારતમાં બાળકો શું વિચારશે? બાળકો પણ આવા શોમાંથી આવું જ વર્તન કરવાનું શીખશે, તેમ સોફિયાએ જણાવ્યું હતું. અગાઉ સોફિયાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે શા માટે તે બિગ બોસ ૧૪ની ફિનાલેમાં સલમાન ખાન સાથે સ્ટેજ શેર કરવા ઈચ્છતી નથી.

સોફિયાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસ્વીરો શેર કરી હતી અને સલમાન ખાન વિશે લાંબી નોંધ લખી હતી. તેણે લખ્યું હતું કે, શું હવે સમય નથી આવી ગયો કે તું તારી ઉંમરની છોકરીને તારી ઓપોઝિટ રાખે? મેં મારી જાતે બિગ બોસની ફાઈનલમાં સલમાન ખાન સાથે સ્ટેજ શેર ન કરવાનો ર્નિણય લીધો છે કારણ કે મારી નૈતિકાતા અને સત્ય મારા અહમ કરતા મજબૂત છે. બીજી તતરફ સોશિયલ મીડિયા પર કરણને સૌથી ખરાબ હોસ્ટ જાહેર કરવામાં આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે કરણ જાેહર ચોક્કસ સ્પર્ધકોને ટાર્ગેટ કરે છે અને શમિતા શેટ્ટી પ્રત્યે પક્ષપાત રાખે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.