કરણ સિંહ ગ્રોવરે માલદીવ્સમાં જન્મદિવસની ઉજવણી કરી
ટીવી અને બોલિવુડ એક્ટર કરણ સિંહ ગ્રોવર પત્ની બિપાશા બાસુ સાથે પોતાનો ૩૯મો બર્થ ડે માલદીવ્સમાં સેલિબ્રેટ કરી રહ્યો છે. ત્યારે બિપાશાએ સોશિયલ મીડિયા પર બર્થ ડે બોય સાથેની તસવીર શેર કરી છે અને ક્યૂટ બર્થ ડે નોટ પણ લખી છે. તસવીરમાં બિપાશા અને કરણ બંને વ્હાઈટ કલરના આઉટફિટમાં ટિ્વનિંગ કરતાં કેમેરા સામે પોઝ આપતાં જાેવા મળ્યા. બિપાશાએ કરણના બર્થ ડેને વર્ષનો સૌથી બીજાે પ્રિય દિવસ ગણાવ્યો છે. ફેન્સ સાથે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે, ‘વર્ષનો મારો સૌથી બીજાે પ્રિય દિવસ આવી ગયો છે. બિપાશાએ ઈન્સ્ટાગ્રામ પર માલદીવ્સમાં અડધી રાતે કરવામાં આવેલી કરણની બર્થ ડે પાર્ટીની ઝલક પણ દેખાડી છે. વીડિયોમાં, કરણ બર્થ ડે કેક કટ કરતો જાેવા મળી રહ્યો છે જ્યારે તેની પત્ની બાજુમાં બેઠી છે.
કરણ કેઝ્યુઅલ આઉટફિટમાં છે જ્યારે બિપાશા પિંક ડ્રેસ અને વ્હાઈટ શ્રગમાં સુંદર લાગી રહી છે. વીડિયોની સાથે તેણે લખ્યું છે કે, ‘હેપી બર્થ ડે ટુ ધ લવ ઓફ માય લાઈફ’. આ સાથે તેણે હાર્ટ ઈમોજી શેર કરી છે. તેણે કરણના બર્થ ડેની કેકની તસવીર પણ શેર કરી છે અને લખ્યું છે કે, ટેસ્ટી કેક. આ સાથે તેણે હાર્ટ ઈમોજી મૂકી છે અને પતિને ટેગ પણ કર્યો છે. આમ તો કરણ સિંહ ફિટનેસ ફ્રિક છે પરંતુ બર્થ ડે હોવાથી
તેણે આજના દિવસને ‘ચીટ ડે’ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે. બર્થ ડે પર જ કરણે પત્ની સાથે સવારે હેવી બ્રેકફાસ્ટ લીધો હતો. કપલે સ્વિમિંગ પૂલમાં બેસીને જ અલગ-અલગ પ્રકારની ડિશની મજા લીધી હતી. કરણ સિંહ ગ્રોવર અને બિપાશા બાસુએ ૨૦૧૬માં લગ્ન કર્યા હતા.
કરણના આ ત્રીજી વખતના લગ્ન છે. અગાઉ તેણે શ્રદ્ધા નિગમ અને ટીવી એક્ટ્રેસ જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યા હતા. જ્યારે બિપાશા જાેહ્ન અબ્રાહમ સાથે ઘણા વર્ષ સુધી રિલેશનશિપમાં હતી. કરણ સિંહ અને બિપાશા બાસુ હંમેશા સોશિયલ મીડિયા પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતાં રહે છે.