Western Times News

Gujarati News

કરતારપુર કોરિડોરનું વડાપ્રધાન મોદીના હસ્તે આજે ઉદ્‌ઘાટન

નવીદિલ્હી : જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી છે તે કરતારપુર કોરિડોરનું આવતીકાલે ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે. ગુરુનાનકની ૫૫૦મી જન્મજ્યંતિ પ્રસંગે જારદાર તૈયારીઓ કરવામાં આવી છે. બીજી બાજુ પાકિસ્તાને ભારતને કહી દીધું છે કે, કરતારપુર કોરિડોર મારફતે આવનાર લોકો પાસેથી ૨૦ ડોલરની ફી લેવામાં આવશે. પાકિસ્તાની વડાપ્રધાને ગયા સપ્તાહમાં કહ્યું હતું કે, કોરિડોર શરૂ થવાના પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓ પાસેથી કોઇ ફી લેવામાં આવશે નહીં

પરંતુ હવે પાકિસ્તાને ગુલાંટ મારીને પ્રથમ દિવસે પણ ૨૦ ડોલરની ફી લેવાનો નિર્ણય કર્યો છે. કરતારપુર કોરિડોર ભારતના પંજાબમાં ડેરા બાબા નાનકને કરતારપુરમાં દરબાર સાહિબ સાથે જાડી દેશે. કરતારપુર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નરોવાલ જિલ્લામાં Âસ્થત આંતરરાષ્ટ્રીય સરહદથી ચાર કિલોમીટરના અંતરે સ્થિત  છે. બંને દેશો વચ્ચે ખુબ જ ખરાબ સંબંધ રહ્યા હોવા છતાં ભારત અને પાકિસ્તાને કઠોર મંત્રણા બાદ સમજૂતિ પર હસ્તાક્ષર કર્યા હતા.

આની સાથે જ આવતીકાલે ૯મી નવેમ્બરના દિવસે કરતારપુર કોરિડોરનું ઉદ્‌ઘાટન કરવામાં આવનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતારપુર કોરિડોરના ઇન્ટેગ્રેટેડ ચેકપોસ્ટનું ઉદ્‌ઘાટન કરશે. મોદી પંજાબમાં ગુરદાસપુર ખાતે ડેરાબાબા નાનક ખાતે ચેકપોસ્ટનું ઉદ્‌ઘાટન કરશે. ઉદ્‌ઘાટન પહેલા મોદી સુલ્તાનપુર લોધી ખાતે ગુરુદ્વારામાં દર્શન પણ કરશે. પીએમઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ડેરાબાબ નાનક ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત  રહેશે. આઈસીપીનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યા બાદ પાકિસ્તાનમાં ગુરુદ્વારા કરતારપુર સાહિબ જવા ભારતીય શ્રદ્ધાળુઓ માટે માર્ગ ખુલી જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.