કરતારપુર કોરિડોરમાં વિકાસ માટે ૧૬.૫ અબજ મંજુર: પૂર્વ મંત્રીએ સવાલ ઉઠાવ્યો
ઇસ્લામાબાદ, પાકિસ્તાને લાંબા સમયથી અટકેલ ૧૦૦.૬૮ અબજની અંદાજીત ખર્ચ વાળી મુખ્ય વિકાસ પરિયોજનાઓને મંજુરી આપી દીધી છે.જેમાં ૧૬.૫ અબજની રકમવાળી કરતારપુર કોરિડોરની વાસ્તવિક પોસ્ટ કલીયરેંસ પરિયોજના સામેલ છે તે હેઠળ કરતારપુર ગુરૂદ્વારા માટે અનેક વિકાસ કાર્ય કરી શકાય પરંતુ આ ંજુરી પર પૂર્વ મંત્રી અને કટ્ટરપંથી સાંસદે સવાલ ઉભા કર્યા છે.
આ પરિયોજનાઓને રાષ્ટ્રીય આર્થિક પરિષદ (ઇસીએનઇસી)ની કાર્યકારી સમિતિની એક બેઠકમાં મંજુરી આપી દીધી જેની અધ્યક્ષતા નાણાં અને મહેસુલ પર પીએમના સલાહકાર ડો હફીજ શેખે કરી પરિયોજનામાં ૪૪ અબજ ડોલર રૂપિયાનું વિદેશી નાણાંપોષણ સામેલ છે આ પરિયોજના નાણાં બેંક દ્વારા નાણાં પોષિત આંતરરાષ્ટ્રીય વિકાસ સહાયતાના ૪૦ કરોડ લોરના રૂણનો એક હિસ્સો છે.
બેઠકમાં નરોવાલ ખાતે કરતારપુર સાહિબના પ્રથમ તબક્કા માટે એન્જીનિયરિંગ ખરીદ અને નિર્માણને લઇ ચર્ચા થઇ અને તેના વિકાસ માટે પહેલાથી વાસ્તવિક મંજુરી આપી દીધી છે જા કે પાકિસ્તાનના પૂર્વ નિયોજન અને વિકાસ મંત્રી અને કટ્ટરપંથી સાંસદ અહસાન ઇકબાલે જરૂરી ઔપચારિકતાઓને પુરી કર્યા વિના આટલી મોટી પરિયજનાની પૂર્વ વાસ્તવિક સ્વીકૃતિ પર સવાલ ઉભા કર્યા છે તેમણે તેને લઇ નાણાંમંત્રીની વિરૂધ્ધ તપાસની માંગ કરી પાકિસ્તાને ૧૬.૫ અબજ ડોલરની રકમને મંજુર કરી કરતારપુર કોરિડોરના પુનર્નિર્માણની પુરી તૈયારી કરી લીધી છે. પાકિસ્તાન રાષ્ટ્રીય પરિષદે ૧૫.૨૩ અબજ રૂપિયાના ખર્ચવાળી બલુચિસ્તાનમાં વિંદર ડેમ પરિયોજનાને પણ મંજુરી આપી દીધી છે.