કરતારપુર ગુરૂદ્વારા નજીક ત્રાસવાદી કેમ્પો સક્રિય છે
કરતારપુર કોરિડોરને ખોલવા માટેની તમામ તૈયારી થઇ
નવી દિલ્હી, કરતારપુર કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવા માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. એક સપ્તાહના ગાળામાં જ ભારતીય શ્રદ્ધાળુઓ માટે આ કોરિડોરને ખોલી દેવામાં આવનાર છે. જા કે હવે ખુબ ચોંકાવનારી માહિતી હાથ લાગી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જે જિલ્લામાં કરતારપુર આવે છે ત્યાં જ થોડાક અંતરે જ ત્રાસવાદી ગતિવિધીઓ ચાલી રહી છે. ગુપ્તચર સંસ્થાઓને જે હેવાલ મળ્યા છે તે ચોક્કસપણે ભારે ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે.
શિખોના પ્રથમ ગુરૂ ગુરૂ નાનક દેવના પવિત્ર સ્થળ કરતારપુર ખાતે હવે કોરિડોર ખોલી દેવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામા ંઆવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં અનેક ત્રાસવાદી કેમ્પો પહેલાથી જ સક્રિય રહ્યા છે. જેમાં મુરીદકે, નારોવાલ અને શાકરગઢનો સમાવેશ થાય છે. આ તમામ વિસ્તારોમાં ત્રાસવાદી કેમ્પો રહ્યા છે. કોરિડોરને શ્રદ્ધાળુઓ માટે એક વખત ખોલી દેવામાં આવ્યા બાદ હજારોની સંખ્યામાં શિખ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચનાર છે.
આવી સ્થિતીમાં આ ગુપ્ત અહેવાલ ભારે ચર્ચા જગાવે તેવા અને ચિંતા ઉપજાવે તેવા છે. કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી બાદ અક પછી એક પગલા ભારત સરકાર એકબાજુ રાજ્યમાં શાંતિ સ્થાપિત કરવા માટે લઇ રહી છે. બીજી બાજુ પાકિસ્તાન પરેશાન થઇને કાશ્મીરમાં હિંસા ફેલાવી દેવાના પ્રયાસમાં છે. તેના દ્ધારા કાશ્મીરમાં અંધાધુંધી જાગાવવા માટેના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવા છતાં સફળતા મળી રહી નથી.