Western Times News

Gujarati News

કરતારપુર : ભારતીયો માટે પાસપોર્ટ જરૂરી : પાક. સેનાએ નિર્ણય બદલ્યો

ઇસ્લામાબાદ : કરતારપુર કોરિડોરને લઇ પાકિસ્તાની સેનાએ પોતાના જ વડાપ્રધાન ઇમરાન ખાનના નિર્ણયને પલટી દીધો છે.પાક સેનાના પ્રવકતા મેજર જનરલ આસિફ ગફુર અનુસાર હવે શિખ તીર્થયાત્રીઓને કરતારપુર કોરિડોરનો પ્રયોગ કરવા માટે ભારતીય પાસપોર્ટની આવશ્યતા રહેશે.

આ પહેલા પાકિસ્તાની વડાપ્રધાને ટ્‌વીટ કરી જાહેરાત કરી હતી કે કરતારપુર કોરિડોરનો પ્રયોગ કરવા માટે પાસપોર્ટની આવશ્યકતા રહેશે નહીં આથી અંદાજ લગાવી શકાય છે કે પાકિસ્તાની સેના અને વડાપ્રધાન ઇમરાન ખાનની વચ્ચે અંતર કંઇ હદે વધી રહ્યું છે ઇમરાને થોડા દિવસ પહેલા ટ્‌વીટ કરી લખ્યું હતું કે ભારતથી કરતારપુર આવનાર શિખો માટે બે વાતો જરૂરી છે.પહેલા તેમણે પાસપોર્ટની જરૂરત નથી ફકત એક કાયદેસર ઓળખપત્ર જાઇએ અને બીજુ તેમને ૧૦ દિવસ પહેલા રજિસ્ટ્રેશન કરાવવાની કોઇ જરૂરીયાત નથી.

પાકિસ્તાને કરતારપુર ગલિયારા ખોલવાનો રાજકીય સ્તર પર પ્રચાર કરતા ઇસ્લામાબાદ ખાતે વિદેશી દુતાવાસો અને ઉચ્ચાયોગોના પ્રમુખો અને તેમના પ્રતિનિધિઓને આ સંબંધમાં માહિતી આપી.

વિદેશ મત્રાલયના જણાવ્યા અનુસાર વિદેશ સચિવ સોહેલ મહમુદે પવિત્ર શિખ ગુરૂદ્વારાને ખોલવાની પાકિસ્તાનની પહેલ પર વિશેષ રીતે ધ્યાન આકર્ષિત કરાવવા માટે રાજદ્વારાને આ બાબતમાં માહિતી આપી

મંત્રાલયે કહ્યું કે મહમુદે ગુરૂ નાનક દેવની ૫૫૦મી જયંતીના શુભ અવસર પર કરતારપુર સાહિબ ગલિયારા ખોલવાના દેશના વડાપ્રધાન ઇમરાન ખાનની સાવઘાનીપૂર્વકની પહેલ પર પ્રકાશ પાડયો વિદેશ સચિવે રેખાંકિત કર્યું કે પાકિસ્તાના પગલુ દુનિયાભરના ખાસ કરીને ભારતના શિખ શ્રધ્ધાળુઓ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલ વિનંતીને સ્વીકાર કરવાની દિશામાં ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે કરતારપુર સાહિબ ગલિયારા ઉપરાંત ભારતના શિખ શ્રધ્ધાળુ વાધા બોર્ડરથી પણ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.