કરફ્યૂ કે લોકડાઉન અંગે નિર્ણય પૂર્વે વેપારીઓને વિશ્વાસમાં લો

Files Photo
પાટે ચઢેલા વેપાર-ધંધાને નુકસાન થઈ શકે તેવી સંભાવનાઃ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન
અમદાવાદ, અમદાવાદ, સુરત, વડોદરા તથા રાજકોટમાં રાત્રિ કરફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. તેથી ચોક્કસ ક્ષેત્રના વેપારીઓમાં નારાજગી જાેવા મળી રહી છે. સરકાર કોરોનાને ડામવા માટે જે પણ નિર્ણય લે તેની સાથે વેપારીઓ હંમેશા જાેડાયેલા રહેશે. પરંતુ કરફ્યુ કે લોકડાઉન અંગેનો નિર્ણય લેતાં પહેલાં સરકાર વેપારી સંગઠનો સાથે ચર્ચા કરે અને તેમના સૂચનો મેળવે તે મુદ્દે ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
કોરોનાને કારણે ત્રણ મહિના સુધી વેપાર ધંધા બંધ રહ્યા અને ત્યારબાદ સરકારની શરતી મંજૂરી સાથે તબક્કાવાર ખુલવા લાગ્યા હતા. લોકો પાસે નાણાંની કમીને કારણે બજારમાં મંદી પ્રવર્તતી હતી ત્યારે જ દિવાળી ટાણે બજારમાં તેજીને લીધે વેપારીઓની નિરાશા હળવી થઈ હતી. હવે દિવાળી બાદ ફરી કોરોનાએ માથું ઊંચકતા અમદાવાદમાં બે દિવસના કરફ્યુનો અમલ કરાવવામાં આવ્યો છે.
સોમવારથી ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરાવવામાં આવ્યો છે. સોમવારથી ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ કરાવવામાં આવશે. રાત્રે ૯થી કરફ્યુનો અમલ શરૂ થતો હોવાથી હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગને મોટો માર પડે તેવી સંભાવના છે. આ ઉપરાંત, પણ ઘણા ક્ષેત્રોને નુકસાન થાય તેવી સંભાવના છે. આ સંદર્ભમાં ફેડરેશને સરકાર સમક્ષ આવા કોઈ નિર્ણય લેતા વેપારીઓ સાથે ચર્ચા કરવા અનુરોધ કર્યાે છે.