કરવડની સેંટ જાસેફ શાળામાં મંત્રી રમણ પાટકર દ્વારા વૃક્ષારોપણ કરાયું
(પ્રતિનિધિ) વલસાડ : તા.રર.૮.ર૦૧૯ ગુરૂવારના રોજ સાંજે ચાર વાગ્યે કરવડની સેંટ જાસેફ શાળામાં ગુજરાત રાજયના વન અને આદિજાતિ વિકાસના મંત્રી રમણભાઈ પાટકર દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય પછી જગત નિયતા ઈશ્વરની પ્રાર્થના બાદ સર્વે મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ શાળાના ડાયરેકટર શ્રી વ્હોરા સર મુખ્ય મહેમાનનો પરિચય આપ્યા બાદ બાળકોને વૃક્ષારોપણનું મહ¥વ સમજાવ્યું હતું.
મુખ્ય મહેમાન શ્રી રમણભાઈ પાટકરે શાળાના બાળકોને વૃક્ષારોપણનું મહત્વ સમજાવી તેનું જતન કેમ કરવું તે માટે વિસ્તારથી બાળકોને માહિતી આપી હતી. ત્યારબાદ તેઓએ શિક્ષણનું મહત્વ અને સરકાર તરફથી મળતા લાભોનો પરિચય આપી બાળકોને સચોટ સમજણ આપી હતી.મંત્રી રમણભાઈ પાટકરે જમીનનો વિકટ પ્રશ્ર સમાધાનથી પૂર્ણ કરવાની બાહેંધરી આપી હતી. અંતમાં શાળાના ટ્રસ્ટી શ્રીમતિ આનિ આલ્ફાન્સો, આચાર્ય અનિલ આલ્ફાન્સોએ મંત્રીશ્રીનો આભાર માની કાર્યક્રમને વિરામ આપ્યો હતો.*