“કરવાચોથ મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છેઃ અંગૂરી ભાભી
એન્ડટીવીના કલાકારોની કરવા ચોથની ઉજવણી
કરવાચોથ રાષ્ટ્રભરમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે, જ્યાં પરિણીતાઓ તેમના પતિઓના દીર્ઘાયુષ્ય માટે ઉપવાસ રાખે છે, જ્યારે અપરિણીત મહિલા સારો વર મળે તે માટે ઉપવાસ રાખે છે. કરવાચોથની ઉજવણી વિશે એન્ડટીવીના કલાકારો ઔર ભાઈ ક્યા ચલ રહા હૈની કીના મિરઝા તરીકે આકાંક્ષા શર્મા,
હપ્પુ કી ઉલટન પલટનની બિમલેશ તરીકે સપના સિકરવાર, ભાભીજી ઘર પર હૈની અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે અને ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીની અનુરાધા અગરવાલ તરીકે અર્ચના મિત્તલ મજેદાર વાતો કરે છે.
ઔર ભાઈ ક્યા ચલ રહા હૈની સકીના મિરઝા તરીકે આકાંક્ષા શર્મા કહે છે, “આ તહેવાર પતિ અને પત્ની વચ્ચેના અતૂટ સંબંધની ઉજવણી છે. હું દર વર્ષે આ દિવસની ઉત્સુકતાથી વાટ જોતી રહું છું. સરગી માટે હું સવારે વહેલી ઊઠું છું અને વહેલી સાંજે મારા ઘર અને સોસાયટીમાં બધી મહિલાઓ પૂજા માટે ભેગી થાય છે.
વર્ષના આ સમયે મહિલા સારાં કપડાં સાથે સજે છે. મહેંદી લગાવવાની પણ પરંપરા છે. ઉપરાંત સુંદર બંગડીઓ પગેરે છે. સાસુ અને હું ચંદ્ર ઊગવાની આતુરતાથી વાટ જોઈએ છીએ અને તે પછી પાણી અને મીઠાઈ સેવન કરીને અમારો ઉપવાસ છોડીએ છીએ.”
હપ્પુ કી ઉલટન પલટનની બિમલેશ તરીકે સપના સિકરવાર કહે છે, “જો મારું સૌથી વધુ ધ્યાન ખેંચાય અને મને વહાલ મળે એવો એક દિવસ જો કોઈ હોય તો તે કરવાચોથ છે. દર વર્ષે હું આ દિવસે ઉપવાસ કરું છું. મારી અંદર અલગ અલગ ઊર્જાના પ્રવાહો વહે છે, જેને કારણે મને કરવાચોથના દિવસે ભૂખ લાગતી નથી.
મને હાથોમાં મહેંદી લગાવવાનું અને સોળ શૃંગાર સાથે સજવાનું ગમે છે. મારો પતિ મને રાત્રે ભોજન પછી લોંગ ડ્રાઈવ પર લઈ જાય ચે અને અમે ફોટો પણ ખેંચીએ છીએ. દર વર્ષે હું કરવાચોથની આતુરતાથી વાટ જોતી રહું છું.”
ભાભીજી ઘર પર હૈની અંગૂરી ભાભી તરીકે શુભાંગી અત્રે કહે છે, “કરવાચોથ મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. મારો પરિવાર વર્ષોથી આ રીતરસમનું પાલન કરે છે. દર વર્ષે મારી સાસુ આગામી દિવસે આ તહેવારની તૈયારી કરવા માટે એક દિવસ પૂર્વે જ મારા ઘરે આવી જાય છે.
મારી સાસુ અને હું સરગી માટે સવારે વહેલા જાગીએ છીએ, જ્યારે મારા સસરા અને પતિ અમને ખાવાનું પીરસે છે. મારો પતિ અને સસરા દિવસભર મારી અને મારાં સાસુની પંપાળ કરે છે. આ દિવસે સજવાનું મને બહુ ગમે છે. આ વાતને 20 વર્ષ વીત્યાં છે અને તે છતાં આ દિવસે મારે માટે મારો પતિ ભેટો લાવે છે ત્યારે મારા પેટમાં હજુ પણ ફાળ પડે છે.”
ઘર એક મંદિર- કૃપા અગ્રસેન મહારાજા કીની અનુરાધા અગરવાલ તરીકે અર્ચના મિત્તલ કહે છે, “મારાં લગ્નને વીસ વર્ષ વીતી ગયાં છે અને દર વર્ષે હું કરવાચોથની ઉજવણી કરું છું. હું મારવાડી પરિવારમાં પરણી છું અને પોતે પંજાબી છું, જેથી રીતરિવાજોમાં ફરક છે.
પંજાબીમાં અમે સૂર્યોદય પૂર્વે સરગી ધરાવીએ છીએ, જ્યારે અહીં મારા પરિવારમાં સરગી કરાતી નથી, જેને બદલે ખાંડ, મીઠાઈ અને તેર ઘઉંના અનાજ માટીનું બનાવેલું કરવા મૂકીએ છીએ, જે પછી વિધિ માટે વપરાય છે. ઉપરાંત મારો પતિ મને બહુ વહાલ કરે છે અને દર વર્ષે તેનો શ્રેષ્ઠતમ પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે (હસે છે). અંતે હું બધી સુંદર મહિલાઓને કરવાચોથની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.”