કરવા ચોથના દિવસે જ પત્ની બની વિધવા, પત્ની સાથે ઝઘડા બાદ પતિએ ફાંસો ખાઈને કરી આત્મહત્યા
ઝાંસીઃ કરવા ચોથ દિવસે પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ માટે વ્રત રાખતી હોય છે. આખો દિવસ ભૂખી રહીને રાત્રે પતિનો ચહેરો જોઈને પતિના હાથે વ્રત પુરું કરતી હોય છે. પરંતુ એક મહિલા કરવા ચોથના દિવસે જ વિધવા બની ગઈ હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના ઝાંસીમાંથી સામે આવી છે. પલરા ગામમાં કરવા ચૌથના દિવસે જ યુવકે પારિવારિક કંકાસમાં ઘરેના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. પતિની આત્મહત્યા બાદ પત્ની સંગીતા ઉપર આભ તૂટી પડ્યું હતું. કરવા ચોથના દિવસે જ પત્ની વિધવા બની ગઈ હતી.
મળતી માહિતી પ્રમાણે ઝાંઝીના ઉલ્દન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પલરા ગામમાં 25 વર્ષીય સચિન પરિવાર સાથે રહેતો હતો. કરવા ચોથના દિવસે પરિવારના સભ્યો ખેતરમાં ગયા હતા. ઘરમાં સચિનની સાથે તેની પત્ની સંગીતા અને માતા પણ હતી. બપોરે 12 વાગ્યે આશરે ઘરના બીજા માળ ઉપર જઈને ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સચિનની પત્ની સંગીતા કરવા ચોથની તૈયારી કરવામાં વ્યસ્ત હતી. ગણા સમયથી સચિન ઉપરથી નીચે ન ઉતરતા પત્નીને ચિંતા થઈ હતી. તેણે ઉપર જઈને જોયું તો સચિન ફાંસીના ફંદા પર લટકતો હતો. આ જોઈને પત્ની ચિલ્લાવવા લગા હતી. તાયરબાદ આસપાના લોકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને પરિવારના લોકો ખેતરમાંથી ઘરે પહોંચ્યા હતા.
ઘટના સ્થળે પહોંચેલા આસપાસના લોકો અને પરિવારજનોએ સચિનને નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રના મોત બાદ વૃદ્ધ માતાની પણ રડી રડીને ખરાબ હાલત થઈ ગઈ છે. તેમનું કહેવું છે કે વૃદ્ધ માતાનો સહારો જતો રહ્યો.