કરવા ચૌથે થયેલા અકસ્માતમાં પતિનુ મોત, મૃતદેહને પગે લાગીને પત્નીએ પણ છોડી દીધો દેહ
નવી દિલ્હી, ગ્વાલિયરના ગાંધી નગર વિસ્તારમાં રહેતા કમલ ગર્ગ ચાર નવેમ્બરે બાઈક પર પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમની બાઈકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી.ગંભીર રીતે ઘાયલ કમલ કિશોરને હોસ્પિટલમાં લઈ જવાયા હતા.ચાર નવેમ્બરે કરવા ચૌથની ઉજવણી વચ્ચે પતિને થયેલા અકસ્માતની વાત જાણીને તેમના પત્ની ભાંગી પડ્યા હતા.પાંચ નવેમ્બરે હોસ્પિટલમાં કમલ કિશોરનુ મોત થયુ હતુ.
કમલ કિશોરના પાર્થિક શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવાઈ રહ્યો હતો ત્યારે ઘરમાં કમલ કિશોરના પત્ની અંગૂરી દેવીએ પતિના અંતિમ દર્શન કર્યા હતા અને તેમના પગમાં માથુ ટેકવી દીધુ હતુ.એ પછી અંગૂરી દેવી ત્યાંથી ઉઠયા જ નહોતા.પરિવારજનોએ જ્યારે તેમને ઉઠાડવાની કોશીશ કરી હતી ત્યારે ખબર પડી હતી કે પતિનો સાથ નિભાવવા માટે અંગૂરી દેવીએ પણ દેહ છોડી દીધો હતો.એ પછી પરિવારજનોએ તેમની પણ અંતિમ સંસ્કાર માટે તૈયારીઓ શરુ કરી હતી.
પતિ અને પત્નીની અંતિમ યાત્રા એક સાથે નિકળી હતી.પરિવારજનોનનુ કહેવુ છે કે, બંને વચ્ચે અતુટ પ્રેમ હતો.રોજ સાથે મંદિરે દર્શન કરવા અને બગીચામાં લટાર મારવા તેઓ જતા હતા.પાડોશીઓ કહે છે કે, આવો અદભૂત પ્રેમ કદાચ બહુ ઓછો જોવા મળતો હશે.