કરાઈ બ્રીજ પાસે ગણપતિ વિસર્જન કરવા આવેલો યુવક ડૂબી ગયો
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ સહિત દેશભરમાં વિધ્નહર્તા ગણપતિ દાદા હાલમાં શ્રધ્ધાળુઓના ઘરે બિરાજમાન છે ગણપતિ દાદાની આગતા સ્વાગતામાં શ્રધ્ધાળુઓ વ્યસ્ત છે અને દાદાની સેવા ચાકરી કરવામાં આવી રહી છે કેટલાક શ્રધ્ધાળુઓ ગણપતિ દાદાને વિદાય પણ આપી રહયા છે અને આવતા વર્ષે ખૂબ જ જલ્દીથી આવજા તેવી પ્રાર્થના કરી રહયા છે શહેરના મધ્યમમાંથી પસાર થતી સાબરમતી નદીમાં ગણપતિ વિસર્જનના દ્રશ્યો જાવા મળી રહયા છે.
આ સમયે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે તરવૈયાઓની ટીમો તૈનાત હોય છે આ દરમિયાનમાં શહેરના નરોડા વિસ્તારમાં ગઈકાલે ગણપતિ દાદાનું વિસર્જન કરવા જતાં ઉંડા પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજતાં તરવૈયાઓએ તેના મૃતદેહને બહાર કાઢયો હતો અને પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ સહિત રાજયભરમાં ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ઠેરઠેર ગણપતિ મહોત્સવ નિમિત્તે સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે સાંજ પડતાં જ આવા કાર્યક્રમો નિહાળવા માટે તથા દાદાના દર્શન કરવા માટે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જાવા મળી રહયો છે
કેટલાક શ્રધ્ધાળુઓ ગણપતિ વિસર્જન પણ કરી રહયા છે સાબરમતી નદીના કિનારા પર અમદાવાદ મ્યુ.કોર્પો. દ્વારા ખાસ કુંડ બનાવવામાં આવ્યા છે અને તેમાં જ ગણપતિ દાદાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહયું છે કેટલાક શ્રધ્ધાળુઓ પોતાના ઘરે ગણપતિ દાદાની નાની પ્રતિમાનું સ્થાપન કરી તેનું વિસર્જન કરતા હોય છે
ગઈકાલે સાંજના પ.૩૦ વાગ્યાની આસપાસ કરાઈ બ્રીજ પાસે ગોબરેશ્વર મહાદેવ પાછળ નદીના પાણીમાં ગણપતિ દાદાનું વિસર્જન કરવા માટે શ્રધ્ધાળુઓ આવી પહોંચ્યા હતા બાપુનગર વિસ્તારમાં ડી માર્ટની પાછળ ચામુંડાનગરમાં રહેતો ૧૯ વર્ષીય યુવાન નિલેશ ઉર્ફે રવિ ઠાકોર પણ તેમાં સામેલ હતો અને તે દાદાની પ્રતિમાને લઈ નદીમાં પધરાવવા ગયો હતો
આ સમયે અચાનક જ તે પાણીમાં ડુબવા લાગ્યો હતો આસપાસના લોકોએ બુમાબુમ કરી મુકી હતી બચાવ ટુકડી આવી પહોચે તે પહેલા જ નિલેશનું ઉડા પાણીમાં ડુબી જવાથી મોત નીપજયું હતું તરવૈયાઓએ નિલેશનો મૃતદેહ બહાર કાઢયો હતો ઘટનાની જાણ થતાં નરોડા પોલીસ આવી પહોચી હતી.