કરાચીમાં રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જાેવા મળે છે

કરાચીમાં રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જાેવા મળે છે, ભીષણ પૂરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
કરાચી,પાકિસ્તાનમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદથી કરાચી શહેરની હાલત અમદાવાદ કરતા પણ વધારે ખરાબ થઇ ગઈ છે. કરાચીમાં રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જાેવા મળે છે. કરાચીમાં ભીષણ પૂરના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં પાણી જ પાણી જાેવા મળે છે.
પાકિસ્તાનમાં ભારે વરસાદથી ઘણા લોકોના મોત થયા છે અને સેંકડો લોકો બેઘર બની ગયા છે. ભારે વરસાદને કારણે દક્ષિણી પ્રાંત બલૂચિસ્તાનમાં ૫૭ સહિત ૯૦થી વધારે લોકોના મોત થયા છે. રોયટર્સના મતે પ્રાંતના મુખ્યમંત્રીના આપદા અને ગૃહ મામલાના સલાહકાર જિયાઉલ્લાહ લૈંગોવે આ જાણકારી આપી છે. પાકિસ્તાનમાં પડી રહેલા ભારે વરસાદના કારણે દેશના સૌથી મોટા શહેર કરાચીના મોટા ભાગોમાં પાણી ભરાઇ ગયા છે. રસ્તા પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જાેવા મળે છે.
આ દરમિયાન નૌસેનાએ કહ્યું કે બલૂચિસ્તાનમાં નાગરિકોને બહાર કાઢવા અને રાશન-પાણી પહોંચાડવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર બાદ હવે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે આજે (૧૧ જુલાઈ)ના રોજ આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ આખા ગુજરાતમાં વરસાદ રહેશે. જાેકે, આગામી ૧૫મી તારીખ પછી રાજ્યમાં વરસાદનું જાેર ઘટશે.ss1વરસાદથી કરાચીની હાલત અમદાવાદ કરતા વધુ ખરાબ