કરિશ્માના હાથમાં વરુણ બંગેરાના નામની મહેંદી

મુંબઈ, નાના પડદાની જાણીતી અભિનેત્રી કરિશ્મા તન્ના પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કરવા તૈયાર છે. અભિનેત્રી ટૂંક સમયમાં તેની નવી જિંદગી શરૂ કરવા જઈ રહી છે. કરિશ્માના લગ્નના ફંક્શન શરૂ થઈ ગયા છે. ગુરુવારે અભિનેત્રી અને વરુણની હલ્દી સેરેમની થઈ, જેમાં બંને ખૂબ જ ખુશ દેખાતા હતા.
હવે કરિશ્માની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી છે, જેમાં તે હંમેશાની જેમ સુંદર લાગી રહી છે. હાલમાં જ કરિશ્માએ તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી અને વરુણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે અને બંનેની કેમેસ્ટ્રી ખરેખર અદભૂત લાગી રહી છે. હવે તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મહેંદી ફંક્શન માટે કરિશ્માએ પીળા રંગનો સિમ્પલ લેહેંગા પસંદ કર્યો છે. જ્યારે વરુણે પણ સફેદ કુર્તા-પાયજામામાં ખૂબ જ સ્માર્ટ લાગી રહ્યો છે. પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે કરિશ્માએ હેવી જ્વેલરી પહેરી છે. લાઇટ મેક-અપ અને ખુલ્લા વાળ અભિનેત્રીની ખૂબસૂરતીમાં વધારો કરી રહ્યા છે. આ દરમિયાન બંને જણાંએ ચશ્મા પહેર્યા છે.
પહેલી તસવીરમાં વરુણ અને કરિશ્મા એક બીજાની આંખોમાં આંખ નાંખીને જાેઈ રહ્યાં છે. જ્યારે બીજી તસવીરમાં બંને ચશ્મા સાથે હસી રહ્યાં છે. આ પોસ્ટ શેર કરતા કરિશ્માએ લખ્યું, ‘મહેંદી હૈ’. કરિશ્માના ચહેરા પર એક અલગ જ ચમક જાેવા મળી રહી છે. કરિશ્મા અને વરુણની કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી રહી છે.
તમને જણાવી દઈએ કે કરિશ્મા અને વરુણ ૫ ફેબ્રુઆરીએ સાત ફેરા લેવા જઈ રહ્યા છે. બંને ગોવાની એક ફાઈવ સ્ટાર હોટલમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. કોવિડને કારણે કરિશ્મા અને વરુણના લગ્નમાં વધુ મહેમાનો હાજરી આપશે નહીં. બંને લગભગ દોઢ વર્ષ સુધી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ત્યારબાદ બંનેએ પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવાનો ર્નિણય કર્યો છે.SSS