કરિશ્માની ડિનર પાર્ટીમાં મહેમાનોને પીરસાયા અલગ-અલગ પકવાન.

કરીના કપૂર શોર્ટ કફ્તાનમાં છવાઈ.
મનીષ મલ્હોત્રાએ સોશિયલ મીડિયા પર પાર્ટીની તસવીરો શેર કરી છે, મલાઈકા અરોરાએ ફૂડની ઝલક દેખાડી હતી.
મુંબઈ,
કરીના કપૂર, કરિશ્મા કપૂર, મલાઈકા અરોરા અને અમૃતા અરોરા ઘણીવાર તેમની કોઝી હાઉસ પાર્ટી તેમજ ફૂડ આઉટિંગથી ફેન્સે BFF ગોલ્સ આપતા રહે છે. સામાન્ય રીતે મોટાભાગે પાર્ટી કરીના કપૂરના ઘરે થતી હોય છે પરંતુ ગુરુવારે કરિશ્મા કપૂરના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં માત્ર ખાસ જ મિત્રોને આમંત્રણ અપાયું હતું, જેમાં કરીના, મલાઈકા અને અમૃતા સિવાય મનીષ મલ્હોત્રા, સંજય કપૂર, મહીપ કપૂર, મલ્લિકા ભટ્ટ અને કરણ જાેહરનો સમાવેશ થાય છે. તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર પાર્ટીની અંદરની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. બોલિવુડ સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા કપૂર અને અરોરા સિસ્ટર્સનો બેસ્ટ ફ્રેન્ડ છે. પાર્ટીમાં તે બ્લેક શર્ટ અને ડેનિમ પહેરીને પહોંચ્યો હતો. અહીંયા તેણે કરિશ્માના ઘરે હાજર તમામ સાથે સેલ્ફી લીધી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘આખો દિવસ કામ કર્યા બાદ તેને પૂરો કરવાનો શ્રેષ્ઠ માર્ગ એ તમારા અંગત મિત્રો સાથે સમય પસાર કરવાનો છે. #friends #love #selfie #funtimes #lastnight #friendsforever શું તમે તમારા ફ્રેન્ડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ કરો છો?. આ સિવાય મનીષ મલ્હોત્રાએ કરીના કપૂર અને કરિશ્મા કપૂર સાથે પણ તસવીર ક્લિક કરાવી હતી. જેમાં ડિઝાઈન અને કરિશ્માએ બ્લેક આઉટફિટમાં ટિ્વનિંગ કર્યું હતું. જ્યારે કરીના ચેર પર બેસીને પોઝ આપતી દેખાઈ હતી. સંજય કપૂરે પણ કરિશ્મા કપૂર અને કરીના કપૂર સાથેનો ફોટો શેર કર્યો હતો. જેમાં તે બ્લેક શ્ વ્હાઈટ પ્રિન્ટેડ શર્ટ અને ડેનિમમાં જાેવા મળી મળ્યો હતો. કેપ્શનમાં તેણે લખ્યું હતું ‘ધ કપૂર્સ ફ્રોમ ચેમ્બુર #bonding. કરિશ્મા કપૂરને ત્યાં થયેલી ડિનર પાર્ટીમાં આવેલા મહેમાનોને અલગ-અલગ પ્રકારની ડિશ જમાડવામાં આવી હતી. મલાઈકા અરોરાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેમણે આરોગેલા ફૂડનો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું, ઉફ્ફ યમમમમ. આ સિવાય તેણે કરીના કપૂર સાથે તેના પ્રીટી ફૂટ વેઅરની ઝલક પણ દેખાડી હતી.sss