Western Times News

Gujarati News

કરિશ્મા તન્ના બિઝનેસમેન વરુણ બંગેરા સાથે સાત ફેરા ફરશે

Photo Twitter

મુંબઈ,  પોપ્યુલર ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેના મંગેતર વરુણ બંગેરા સાથે 5 ફેબ્રુઆરીના રોજ લગ્ન કરવાની છે. કપલના વેડિંગ ફંક્શન 3 ફેબ્રુઆરીથી શરુ થઈ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Karishma Tanna (@karishmaktanna)

સોશિયલ મીડિયા પર તેણે હલ્દી સેરેમનીના ફોટો શેર કર્યા છે. ફોટોઝમાં કપલ એકદમ ખુશખુશાલ દેખાઈ રહ્યું છે. કરિશ્મા અને વરુણ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. કોવિડ પ્રોટોકોલને લીધે આ લગ્નમાં ઘણા ઓછા મિત્રોને આમંત્રણ આપ્યું છે.

કરિશ્માનો લાઈફ પાર્ટનર વરુણ મુંબઈનો રહેવાસી અને બિઝનેસમેન છે. તે ‘VB કોર્પ’ નામની કંપનીમાં ડિરેક્ટર છે. વરુણે પોતાનો અભ્યાસ કેનેડાની ઓટાવા યુનિવર્સિટીમાંથી કર્યો છે.

આ બંનેની પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડથી થઈ હતી. એ પછી કરિશ્મા અને વરુણ એકબીજાને ડેટ કરવા લાગ્યા. આશરે દોઢ વર્ષ સુધી ડેટ કર્યા પછી કપલે ગયા વર્ષે દુબઈમાં એક પ્રાઈવેટ ફંક્શનમાં સગાઈ કરી હતી.

રિયલ એસ્ટેટના વ્યવસાયમાં જોડાયેલા વરુણ બંગેરા મૂળ મુંબઈના છે. તે એક બિઝનેસમેન છે. તેમની Linkedin પ્રોફાઇલ મુજબ, તેઓ હાલમાં VB Corp સાથે કામ કરી રહ્યા છે. તેઓ 2010 થી ડિરેક્ટર તરીકે કંપની સાથે સંકળાયેલા છે.

વરુણે કેનેડાના ઓટ્ટાવા સ્થિત કાર્લટન યુનિવર્સિટીમાં પોતાનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેણે વિદેશી યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર પ્રાઈવેટ એકાઉન્ટ ધરાવતા વરુણના 415 ફોલોઅર્સ છે. તે છેલ્લે 2017માં તેના ફેસબુક એકાઉન્ટ પર એક્ટિવ હતો. વરુણ અને કરિશ્માએ આ વર્ષે 12 નવેમ્બરે એક ઇન્ટિમેટ સેરેમનીમાં વીંટી એક્સચેન્જ કરી હતી. જ્યારે વરુણે કરિશ્મા સાથેનો ફોટો શેર કરીને તેના સોશિયલ મીડિયા પર સમાચાર શેર કર્યા હતા, ત્યારે અભિનેત્રીએ કેકનો ફોટો શેર કર્યો હતો જેમાં અભિનંદન લખેલું હતું. રિપોર્ટ્સ અનુસાર, કરિશ્મા અને વરુણ પહેલીવાર પરસ્પર મિત્ર દ્વારા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.