કરિશ્મા પરિવાર-મિત્રોની હાજરીમાં સાત ફેરા લેશે
મુંબઈ, ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં પણ એક પછી એક સેલિબ્રિટીને ત્યાં લગ્નની શરણાઈ વાગી રહી છે. શ્રદ્ધા આર્યા, નીલ ભટ્ટ-ઐશ્વર્યા શર્મા અને અંકિતા લોખંડે બાદ હવે કરિશ્મા તન્ના બોયફ્રેન્ડ સાથે લગ્નના તાંતણે બંધાવાની છે.
કરિશ્મા તન્ના અને બોયફ્રેન્ડ વરુણ બાંગેરાના લગ્ન ૫મી ફેબ્રુઆરીએ મુંબઈમાં થશે. પ્રી-વેડિંગ ફંક્શન મહેંદી અને સંગીત સેરેમની સાથે ૪ ફેબ્રુઆરીથી શરૂ થશે. કપલ તેમના મિત્રો માટે ૬ ફેબ્રુઆરીએ રિસેપ્શન યોજશે. વરુણ બંગેરા મુંબઈનો બિઝનેસમેન છે, જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલો છે.
બંનેએ ૧૨મી નવેમ્બરે સગાઈ કરી હતી. જેમાં માત્ર પરિવારના સભ્યો અને મિત્રોને જ સામેલ કરાયા હતા. આ અંગે વધુ માહિતી મેળવવા માટે કરિશ્મા તન્નાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે નિષ્ફળ ગયો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે કરિશ્માએ તેની લગ્નની માહિતી અંગે મૌન સેવીને રાખ્યું છે. તે તેના અંગત જીવન વિશે વધારે કામ કરવા ઈચ્છતી નથી. તે ઈચ્છે છે કે, લગ્ન માત્ર પરિવાર અને મિત્રો પૂરતા સીમિત રહે.
કરિશ્મા તન્ના અને વરુણ બંગેરાની મુલાકાત કેવી રીતે થઈ તેના વિશે ખુલાસો કરતાં સૂત્રોએ જણાવ્યું હતું કે, આશરે દોઢ વર્ષ પહેલા તેઓ કોમન ફ્રેન્ડની પાર્ટીમાં મળ્યા હતા.
પહેલી જ નજરમાં એકબીજાને પસંદ આવી ગયા હતા અને ત્યારથી ડેટ કરી રહ્યા છે. અગાઉ માહિતી આપી હતી કે, એક્ટ્રેસને કોઈ ખાસ મળી ગયું છે અને તે ખૂબ જલ્દી ઠરીઠામ થઈ જવાનું વિચારી રહી છે. નવેમ્બરમાં કરિશ્મા અને વરુણે સગાઈ કરી હોવાની માહિતી પણ ઈટાઈમ્સ ટીવીએ આપી હતી.
વરુણે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર કરિશ્મા સાથેની કોઝી તસવીર શેર કરી હતી જ્યારે એક્ટ્રેસે કેકનો ફોટો મૂક્યો હતો જેના પર અભિનંદન લખ્યું હતું. અને એક્ટ્રેસ હવે લગ્નના વચન લેવા તૈયાર છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરિશ્મા તન્ના ઘણા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. જેમાં ક્યૂંકિ સાસ ભી કભી બહૂ થી, બાલ વીર, નાગિન ૩નો સમાવેશ થાય છે.
આ સિવાય તેણે બિગ બોસ, નચ બલિયે અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. ફિયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી સીઝન ૧૦ની તે વિનર પણ બની હતી. કરિશ્માએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.SSS