કરીનાએ જાહેરમાં કહી દીધું સુતા પહેલાં વાઇન જાેઇએ
મુંબઈ: કરીના કપૂર ખાન અને સ્ટાઇલ અને હાજિર જવાબથી લોકોનું દિલ જીતી લે છે. હાલમાં તે બીજી વખત માતા બની છે. તે ટૂંક મસમયાં જ સેલિબ્રિટીઝ કુકિંગ શો સ્ટાર / ફૂડમાં નજર આવશે. જે ડિસ્કવરી પ્લસ પર ટેલિકાસ્ટ થવાનો છે. કરીના તેનાં મોટા દીકરા તૈમૂર અને પતિ સૈફ અલી ખાન સાતે જાેડાયેલી વાતો પણ ફેન્સ સાથે શેર કરતી રહે છે. હાલમાં જ તેણે તેનું બેડરૂમ સિક્રેટ જાહેર કર્યું છે.
જેમાં તે જણાવે છે કે તેને સુતા પહેલાં કઇ ત્રણ વસ્તુ જાેઇએ. કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન મોટે ભાગે તેમની લવ લાઇફ અંગે વાત કરતાં રહે છે. બંનેની લવ સ્ટોરી અને કેમેસ્ટ્રી લોકો પસંદ કરતે છે. હાલમાં જ કરીના કપૂરે એક શોનાં શૂટિંગ દરમિયાન તેનાં બેડરૂમ સીક્રેટ શેર કર્યા છે. સેલિબ્રિટી કુકિંગ શોનાં શૂટિંગ દરમિયાન કરીને તેની મિત્ર તાન્યા ધાવરી સાથે ખાસ વાતચીત કરી હતી.
કરીનાએ આ વાતચીતમાં કહ્યું કે, સુવા માટે જતા પહેલાં મને બેડ પર ત્રણ વસ્તુ જાેઇએ છે. વાઇનની એક બોટલ, પજામો અને પતિ સૈફ અલી ખાન. કરીનાનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર સૌ કોઇ જાેર જાેર હસવા લાગ્યા હતાં. એટલું જ નહીં કરીનાએ વધુમાં જણાવ્યું કે, ‘મને લાગે છે કે, આનાંથી સારો જવાબ અન્ય કોઇ હોઇ શકતો નથી. મને આનાં માટે પ્રાઇઝ મળવું જાેઇએ. કરીના કપૂર ખાન ઉપરાંત આ શોમાં તેની મિત્ર મલાઇકા અરોરા, અર્જુન કપૂર, કરન જાેહર, પ્રતીક ગાંધી પણ નજ રઆવશે. આ શોનો એક પ્રોમો વીડિયો કરીનાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.