કરીનાએ પુત્ર જહાંગીર સાથે બીચ ઉપર સમય વિતાવ્યો

મુંબઈ, કરીના કપૂર પતિ અને દીકરાઓ સાથે હાલ બીચ વેકેશન પર છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂર પોતાના વેકેશનની ઝલક ફેન્સને બતાવતી રહે છે. હાલમાં જ કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેણે તેના વિવિધ મૂડ દર્શાવ્યા છે. કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ત્રણ તસવીરો શેર કરી છે.
પહેલી તસવીર મોનોક્રોમ છે જેમાં કરીના આરામ કરતી દેખાય છે, બીજી તસવીરમાં કરીના દરિયા કિનારાની સુંદરતા અને દરિયામાં મસ્તી કરતાં સૈફ-તૈમૂરને જાેઈ રહી છે. જ્યારે તેનો ત્રીજાે મૂડ સૌનું દિલ જીતનારો છે કારણકે તેનો કાયમી મૂડ છે દીકરો જહાંગીર અલી ખાન.
આ તસવીરમાં જહાંગીર બેબી ચેરમાં બેઠેલો જાેવા મળે છે અને કંઈક માગતો દેખાય છે. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ‘મારો કાયમી મૂડ. અગાઉ કરીનાએ પતિ સૈફ અને મોટા દીકરા તૈમૂરની એક તસવીર શેર કરી હતી. જેમાં સૈફ અને તૈમૂર દરિયાની વચ્ચોવચ બનાવેલા એક પ્લેટફોર્મ પર જાેવા મળી રહ્યા છે. તૈમૂર અને સૈફ બંને સ્વિમિંગ કોશ્ચ્યૂમમાં જાેવા મળે છે.
કરીનાએ આ ફોટો શેર કરતાં લખ્યું હતું, “એક વખત ટાપુ પર. આ તસવીરો જાેતાં લાગી રહ્યું છે કે, સૈફ અને તૈમૂર દરિયામાં મજા કરી રહ્યા છે જ્યારે કરીના અને જેહ દરિયા કિનારે આરામ કરે છે. કરીના અને સૈફ આ ફેમિલી વેકેશન માટે ક્યાં ગયા છે તેનો ખુલાસો એક્ટ્રેસે નથી કર્યો પરંતુ તસવીરો જાેતાં તેઓ માલદીવ્સ ગયા હોવાનો અંદાજાે છે.
અગાઉ ઓગસ્ટ મહિનામાં સૈફ અલી ખાનનો ૫૧મો બર્થ ડે ઉજવવા માટે પણ કપલ દીકરાઓ સાથે માલદીવ્સ ગયું હતું. ત્યારે હાલ પરિવાર ફરી એક વેકેશન પર છે, જેની ઝલક કરીના સમયાંતર બતાવતી રહે છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે.
આ ફિલ્મ હોલિવુડ મૂવી ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રિમેક છે. થોડા દિવસ પહેલા જ ફિલ્મના મેકર્સે શૂટિંગ પૂરું કર્યું છે. આ સિવાય કરીના કપૂર કરણ જાેહરની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જાેવા મળશે. સૈફના વર્કફ્રંટની વાત કરીએ તો, ગત અઠવાડિયે જ તેની ફિલ્મ ‘ભૂત પોલીસ’ રિલીઝ થઈ છે. હવે સૈફ પ્રભાસ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’માં જાેવા મળશે. ફિલ્મમાં સૈફ નેગેટિવ રોલમાં છે.SSS