કરીનાએ સબાની બર્થ ડે પર મોકલાવી ખાસ ગિફ્ટ
નણંદને ખુશ કરવાનું સારી રીતે જાણે છે કરીના કપૂર
ત્રણેય તરફથી મળેલી ભેટની ઝલક સબાએ સોશિયલ મીડિયા પર બતાવતાં તેમનો આભાર માન્યો હતો
મુંબઈ, કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બોલિવુડના સૌથી પોપ્યુલર કપલ પૈકીના એક છે. સૈફ અને કરીના જે કંઈપણ કરે તેમાં ભવ્યતા અને સુંદરતા છલકાય તેનું ધ્યાન રાખે છે. પરિવારને ખૂબ પ્રેમ કરતાં સૈફ-કરીના તેમના પરિવારજનોને ખુશ કરવાની એક તક નથી છોડતાં. ૧ મેના રોજ સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન પટૌડીનો જન્મદિવસ હતો. સબાને સોશિયલ મીડિયા પર ફેન્સ, ફોલોઅર્સ અને પરિવારજનોએ શુભેચ્છા પાઠવી હતી. બર્થ ડે પર સબાને ભાઈ, ભાભી અને મમ્મી તરફથી ખાસ ગિફ્ટ મળી હતી.
ત્રણેય તરફથી મળેલી ભેટની ઝલક સબાએ સોશિયલ મીડિયા પર બતાવતાં તેમનો આભાર માન્યો હતો. સબાને બર્થ ડે પર સૈફ અને કરીનાએ ફૂલોનું સુંદર બુકે, કેક અને હાથથી લખેલી નોટ મોકલાવી છે. કેક પર હેપી બર્થ ડે સબા લખ્યું છે. સૈફે બહેનને હાથેથી લખેલી નોટમાં લખ્યું, “હેપી બર્થ ડે વહાલી સબા. લવ યુ. સૈફ (ભાઈ).” કરીનાએ નોટમાં લખ્યું, “વહાલી સબા હેપી બર્થ ડે.
તારો દિવસ ખૂબ સારો રહે અને ગ્લુટેન ફ્રી, શુગર ફ્રી કેકનો વધારાનો ટુકડો ખાજે. બેબો. સબાને માત્ર ભાઈ-ભાભીએ જ નહીં મમ્મી શર્મિલા ટાગોરએ પણ સુંદર ફૂલો અને હાથે લખેલી નોટ મોકલાવી હતી. ફૂલો સાથે મોકલેલી નોટમાં શર્મિલાએ લખ્યું, “હેપી બર્થ ડે સબા બિયા. સબાને સોશિયલ મીડિયા પર ભાભી કરીના ઉપરાંત બહેન સોહા અલી ખાન, ભત્રીજી સારા અલી ખાન અને કરિશ્મા કપૂરે શુભેચ્છા પાઠવી હતી.
સબાએ આ સૌનો આભાર માન્યો હતો. સબા અલી ખાન સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. તે અવારનવાર પરિવાર સાથેની સુંદર તસવીરો પણ શેર કરે છે. સબા ભાઈ સૈફ અને બહેન સોહાની જેમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નથી. વર્કફ્રંટની વાત કરીએ તો કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળશે. આ સિવાય તે સુજાેય ઘોષના પ્રોજેક્ટ દ્વારા ઓટીટી ડેબ્યૂ પણ કરવાની છે. સૈફની વાત કરીએ તો, તે ‘વિક્રમ વેધા’, ‘આદિપુરુષ’ જેવી ફિલ્મોમાં જાેવા મળશે.sss