કરીનાના મોટા પુત્રએ ટોય કાર ચલાવી અને મસ્તી કરી
મુંબઈ, રવિવાર એટલે આરામનો અને મજા કરવાનો દિવસ. સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી રવિવારને આરામ કરવામાં અને મનગમતી પ્રવૃત્તિ કરવામાં વિતાવે છે. કરીના કપૂરે રવિવારની શરૂઆત પોતાના દીકરા તૈમૂર સાથે કેફેમાં જઈને બ્રેકફાસ્ટ કરવાથી કરી હતી.
જે બાદ તૈમૂરે પોતાનો આખો દિવસ ફ્રેન્ડ સાથે રમીને વિતાવ્યો હતો. મીડિયાના ફોટોગ્રાફર્સ સૈફ-કરીનાના મોટા દીકરા તૈમૂરની એક ઝલક કેમેરામાં કેદ કરવા પડાપડી કરતાં હોય છે. ત્યારે રવિવારે તૈમૂરની ફ્રેન્ડ સાથેની પ્લે ડેટના અનેક વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રવિવારે સવારે કરીના કપૂર બાંદ્રામાં દીકરા તૈમૂર સાથે એક કેફેમાં ગઈ હતી. અહીં મા-દીકરાએ બ્રેકફાસ્ટ કર્યો હતો. તસવીરોમાં જાેઈ શકો છો કે કરીના કપૂરે વ્હાઈટ પ્રિન્ટેડ ટી-શર્ટ અને જિન્સ પહેર્યું છે જ્યારે તૈમૂર બ્લૂ ટી-શર્ટ, જિન્સ અને બ્લૂ રંગના શૂઝમાં એકદમ સ્ટાઈલિશ લાગી રહ્યો છે.
બાદમાં તૈમૂર પોતાના ફ્રેન્ડ સાથે ઘરે આવ્યો હતો. બિલ્ડિંગમાં મસ્તીના મૂડમાં જાેવા મળેલા તૈમૂર અને તેના ફ્રેન્ડના એક્સપ્રેશન જાેવાલાયક હતા. હવે સોશિયલ મીડિયા પર તૈમૂર અને તેના ફ્રેન્ડનો વધુ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બંને ટોય કાર ચલાવતાં જાેવા મળે છે. તૈમૂર વ્હાઈટ રંગની કાર ચલાવી રહ્યો છે ત્યારે તેનો ફ્રેન્ડ ઓરેન્જ રંગની કારમાં જતો જાેવા મળે છે.
બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં કાર ચલાવતાં તૈમૂરનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તૈમૂર સાથે તેના આયા પણ જાેવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તૈમૂર જન્મ્યો ત્યારથી જ મીડિયાના ફોટોગ્રાફર્સનો ફેવરિટ સ્ટારકિડ રહ્યો છે. તૈમૂર જ્યાં પણ જાય ત્યાંથી તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. માત્ર ફેન્સ જ નહીં કેટલાય સેલેબ્સનો પણ તૈમૂર ફેવરિટ સ્ટારકિડ છે.
થોડા દિવસ પહેલા જ તૈમૂરની સ્કૂલ શરૂ થઈ હતી ત્યારે સૈફ-કરીના સ્કૂલ બાદ તેને લંચ માટે લઈને આવ્યા હતા. એ વખતે પણ ત્રણેયની તસવીરો વાયરલ થઈ હતી. જણાવી દઈએ કે, સૈફ-કરીનાના બે દીકરાઓ છે. મોટો દીકરો તૈમૂર પાંચ વર્ષનો છે જ્યારે નાનો દીકરો જેહ અલી ખાન ફેબ્રુઆરી મહિનામાં ૧ વર્ષનો થશે.SSS