Western Times News

Gujarati News

કરીનાની કઝિન આલિયા કપૂર હાલ લંડનમાં રહે છે

મુંબઈ: બોલિવુડના ફર્સ્‌ટ ફેમિલી તરીકે ઓળખાતું કપૂર ખાનદાન ખૂબ મોટું છે. પૃથ્વીરાજ કપૂરથી માંડીને રણબીર કપૂર સુધી કપૂરના પરિવારના સભ્યો ખૂબ જાણીતા છે અને તેમાંથી કેટલાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય પણ છે. જાે કે, કપૂર પરિવારના અમુક સભ્યો એવા પણ છે જે લાઈમલાઈટથી દૂર પોતાનું જીવન વિતાવી રહ્યા છે. આજકાલ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને રણબીર કપૂરની કઝિન આલિયા કપૂરની ખૂબ ચર્ચા થઈ રહી છે.

આલિયાની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આલિયા દિવંગત એક્ટર શશી કપૂરની પૌત્રી છે. શશી કપૂરના દીકરા કરણ કપૂરે બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવ્યા પછી ફોટોગ્રાફીને પોતાનું પ્રોફેશન બનાવી લીધું હતું. કરણ કપૂરે ઈંગ્લિશ મોડલ લોર્ના ટાર્લિંગ કપૂર સાથે ૧૯૭૮માં લગ્ન કર્યા હતા. જાે કે, ૧૯૯૩માં બંને અલગ થઈ ગયા હતા. આલિયા ઉપરાંત કરણનો એક દીકરો છે જેનું નામ ઝેક કપૂર છે. લંડનમાં જન્મ અને ઉછેર થયો હોવા છતાં મીડિયા રિપોર્ટ મુજબ આલિયા કપૂર ફેમિલી અને મુંબઈમાં રહેતી કઝિન કરીના-કરિશ્માની નજીક છે.

મીડિયા રિપોર્ટનું માનીએ તો આલિયા પિતા કરણ કપૂરની સાથે પટૌડી પેલેસમાં તૈમૂરનો પહેલો બર્થ ડે ઉજવાયો ત્યારે હાજર રહી હતી. શશી કપૂરના મોટા દીકરા કુણાલ કપૂરે ૭૦ના અંત અને ૮૦ના દાયકાની શરૂઆતમાં વિવિધ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. જાે કે, તેઓ હંમેશા લાઈમલાઈટ અને મીડિયા અટેન્શનથી દૂર રહ્યા છે. કુણાલ કપૂર ૨૦૧૯માં આવેલી અર્જુન કપૂરની ફિલ્મ ‘પાણીપત’માં જાેવા મળ્યા હતા. કુણાલ કપૂર અને રમેશ સિપ્પીની દીકરી શીનાનો દીકરો છે ઝહાન કપૂર. શીના અને કુણાલ તો હાલ અલગ થઈ ગયા છે. પરંતુ તેમના બે સંતાનો છે ઝહાન અને શાયરા લોરા કપૂર. ઝહાન થિયેટર એક્ટર છે.

ઝહાન અને શાયરા ઘણીવાર કપૂર પરિવારના ગેટ-ટુ-ગેધરમાં જાેવા મળ્યા છે. ખાસ કરીને કપૂર પરિવારના ક્રિસમસ લંચ વખતે ઝહાન અને શાયરાની ચર્ચા હોય છે. શશી કપૂરની દીકરી સંજના કપૂર થિયેટર એક્ટ્રેસ છે. મીડિયા રિપોર્ટ મુજબ, સંજનાએ ૧૯૯૩થી ૨૦૧૨ સુધી પૃથ્વી થિયેટરની દેખરેખ રાખી હતી. સંજનાએ નાટકો કરવા ઉપરાંત મીરા નાયરની ફિલ્મ ‘સલામ બોમ્બે’માં કામ કર્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.