કરીનાને છૂટાછેડા વાળા સૈફ સાથે લગ્ન કરવા નહતા
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્નને આઠ વર્ષ થઈ ગયા છે. ચાહકોને તેમની જાેડી ખૂબ જ પસંદ છે. જાે કે આ લવસ્ટોરી કોઈ ફિલ્મી સ્ટોરીથી ઓછી નથી. કરીના ઉંમરમાં સૈફ કરતા ૧૦ વર્ષ નાની છે. સૈફના આ બીજા લગ્ન છે.
કરીનાએ જ્યારે લગ્ન કરવાનો ર્નિણય કર્યો ત્યારે ઘણા લોકોએ તેને વિચારવા માટે મજબૂર કરી. તેણે પોતે આ વાતનો ખુલાસો ‘કોફી વિથ કરણ શોમાં કર્યો હતો. કરીના કપૂર અને પ્રિયંકા ચોપડા કરણ જાેહરના ચેટ શોમાં એકસાથે પહોંચ્યા હતા.
આ દરમિયાન કરણ જાેહરે કરીનાના અંગત જીવન સાથે જાેડાયેલા ઘણા સવાલો પૂછ્યા હતા કે સૈફને પહેલાથી જ બે બાળકો છે. તેના છૂટાછેડા થઈ ગયા છે.
શું તમે ખરેખર આ કરવા માંગો છો? કરીના આગળ કહે છે કે ‘લોકો મને એમ પણ કહેતા હતા કે જાે તું સૈફ સાથે લગ્ન કરીશ તો તારી કારકિર્દી ખતમ થઈ જશે. લોકોની વાત સાંભળીને મને લાગ્યું કે કોઈને પ્રેમ કરવો એ ગુનો છે અથવા કોઈની સાથે લગ્ન કરવા એ ગુનો છે. પછી મેં વિચાર્યું કે ચાલો કરીએ અને પછી જાેઈએ શું થાય છે.
કરીના કહે છે કે ‘મારા અને સૈફ પહેલા લોકો તેમના સંબંધોને છુપાવતા હતા મારી સાથે આવું નહોતું. અભિનેત્રીઓએ તેમના સંબંધો વિશે વાત કરી ન હતી. લૉકડાઉનમાં કરીના ઘરે છે.
લોકડાઉનમાં થોડી રાહત થયા બાદ તે મુંબઈના મરીન ડ્રાઈવમાં સૈફ અને તૈમૂર સાથે જાેવા મળે છે, આ સિવાય હમણા જ એક પાર્ટીને લઈ કોરોના ગાઈડલાઈનના ભંગના આરોપને લઈ વિવાદમાં આવી હતી. કરીનાની ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ ‘અંગ્રેઝી મીડિયમ’માં જાેવા મળી હતી. ફિલ્મમાં તેની સાથે ઈરફાન ખાન, રાધિકા મદન અને દીપક ડોબરિયાલ મુખ્ય ભૂમિકામાં હતા. લોકડાઉનને કારણે આ ફિલ્મને OTT પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.SSS