કરીનાને લઈ અક્ષય કુમારે સૈફને ચેતવણી આપી હતી
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન ૨૦૦૮માં રિલીઝ થયેલી ફિલ્મ ટશનના સેટ પર પ્રેમમાં પડ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય કુમાર પણ હતો. સૈફ અને કરીના વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની જ્યારે જાણ થઈ ત્યારે અક્કીએ સૈફને તે ‘ખતરનાક પરિવાર’માંથી આવતી હોવાની ચેતવણી આપી હતી.
કરીનાએ આ વાતનો ખુલાસો અક્ષય કુમારની એક્ટ્રેસ-લેખિકા-પત્ની ટિ્વન્કલ ખન્નાના પ્રોગ્રામ ‘ટ્વીક ઈન્ડિયામાં કર્યો હતો. ટિ્વન્કલ ખન્ના સાથે વાતચીત કરતાં કરીના કપૂરે જણાવ્યું હતું કે, અક્ષય કુમાર સૈફને ખૂણામાં લઈ ગયો હતો અને તેનાથી દૂર રહેવાની સલાહ આપી હતી.
જાે કે, ફિલ્મના મેકિંગ દરમિયાન જ સૈફે કરીનાને પ્રપોઝ કર્યું હતું અને ૨૦૧૨માં બંને પરણી ગયા હતા. કરીના કપૂરે વધુમાં કહ્યું હતું કે, સૈફ અને અક્ષય વાત કરી રહ્યા હતા તે સમયે તેને અમે બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હોવાની જાણ થઈ હતી.
અક્ષય સૈફને ખૂણામાં લઈ ગયો હતો અને કહ્યું હતું કે, સાંભળ તેની સાથે સારી રીતે વર્તન કરશે કારણ કે તેઓ ખતરનાક છોકરીઓ છે, પરિવાર પણ ખતરનાક છે અને હું તેમને ઓળખું છું. થોડું સાચવજે’. ‘અક્ષય માત્ર એટલું સમજાવવા માગતું હતો કે તેની (કરીના) સાથે ઝઘડો કરતો નહીં. તું ખોટા ચક્કરમાં પડી ગયો છે.
પરંતુ સૈફે અક્ષયને કહ્યું હતું કે, ‘ના, ના હું જાણું છું. મેં બધી જાણકારી મેળવી લીધી છે”, તેમ એક્ટ્રેસે ઉમેર્યું હતું. જણાવી દઈએ કે, કરીના અને સૈફે શરૂઆતમાં તેમના સંબંધોને પ્રાઈવેટ રાખ્યા હતા. જાે કે, આ અંગેની ખબરો સતત સામે આવતી રહેતી હતી.
જાે કે, થોડા વર્ષ સુધી ડેટ કર્યા બાદ બંનેએ ઓક્ટોબર, ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. લગ્નના ચાર વર્ષ બાદ તેમના ઘરે દીકરા તૈમૂરનો જન્મ થયો હતો. જેને પાંચ વર્ષનો થઈ ગયો છે. કપલ ગયા વર્ષે બીજા દીકરાના માતા-પિતા બન્યા હતા. જેનું નામ તેમણે જેહ પાડ્યું છે. જેહ આ મહિને એક વર્ષનો થશે.SSS