Western Times News

Gujarati News

કરીના અને આમીર ખાન ફરી એકસાથે જોવા મળશે

મુંબઇ, અભિનેતા આમીર ખાન અને કરીના કપુર લાંબા સમય બાદ ફરી એકવાર સાથે કામ કરવા જઇ રહ્યા છે. થ્રી ઇડિયટ્‌સ ફિલ્મમાં બંને સાથે કામ કર્યા બાદ હવે ફરી સાથે કામ કરવા જઇ રહ્યા છે. લાલ સિંહ ચડ્ડા નામની ફિલ્મમાં બંને સાથે કામ કરી રહ્યા છે. વર્ષ ૧૯૯૪માં રજૂ કરવામાં આવેલી અમેરિકી ફિલ્મ ફોરેસ્ટ ગંપ દ્વારા પ્રેરિત ફિલ્મને લઇને નવી ફિલ્મ બનાવવામાં આવી રહી છે અમેરિકી કોમેડી ફિલ્મ તમામ લોકોને પસંદ પડી હતી. અતુલ કુલકર્ણી દ્વારા પટકથા લખવામાં આવ્યા બાદ ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે.

વાયાકોમ ૧૮ સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આમીર ખાન પ્રોડક્શન દ્વારા આ ફિલ્મનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ક્રિસમસ ૨૦૨૦ પર આ ફિલ્મને રજૂ કરવાની યોજના હાલમાં તૈયાર કરવામાં આવી છે. ફિલ્મ સાથે જાડાયેલા લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મની જાહેરાત કરવામા આવ્યા બાદથી પહેલાથી જ આશા રહેલી છે. આમીર ખાન અને કરીના કપુર થ્રી ઇડિટ્‌સ અને તલાસ બાદ ત્રીજી વખત એક સાથે કામ કરવા જઇ રહ્યા છે. કરીના કપુર છેલ્લે ફિલ્મ ગુડ ન્યુઝમાં અક્ષય કુમારની સાથે નજરે પડી હી. જેમાં કિયારા અડવાણી, દિલજીત દોસાંજ પણ ફિલ્મમાં હતા. કરીના કપુર પાસે હાલમાં અન્ય કેટલીક ફિલ્મો રહેલી છે. જેમાં ઇરફાન ખાન સાથે અંગ્રેજી મિડિયમ અને કરણ જાહરની ફિલ્મ તખ્તનો સમાવેશ થાય છે. કરીના કપુર અને આમીર ખાન બંને ફિલ્મને લઇને આશાવાદી બનેલા છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દેશે તેમ માનવામાં આવે છે. લાલ સિંહને લઇને ફિલ્મની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. ફિલ્મ ક્યારેય રજૂ કરાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.