Western Times News

Gujarati News

કરીના કપૂરની ફિલ્મના સેટ પર પહોંચ્યો દીકરો તૈમૂર

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન હંમેશા મીડિયામાં છવાયેલી રહે છે. ક્યારેક તેના લૂક કે આઉટફિટના કારણે, ક્યારેક ફિલ્મના લીધે, ક્યારેક ફ્રેન્ડ્‌સ સાથે પાર્ટી કરવાના લીધે, કદી તેના બાળકોને લીધે તો ક્યારેક સોશિયલ મીડિયા પોસ્ટના લીધે ચર્ચામાં રહે છે.

કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે અને દર થોડા દિવસે પોતાના દીકરાઓ જેહ અને તૈમૂરની તસવીરો મજેદાર કેપ્શન સાથે શેર કરતી રહે છે. કરીના કપૂર હાલ સુજાેષ ઘોષના અપકમિંગ પ્રોજેક્ટમાં કામ કરી રહી છે. જેના સેટ પર કરીનાનો મોટો દીકરો તૈમૂર તેને મળવા પહોંચ્યો હતો. કરીના કપૂર સુજાેષ ઘોષની ફિલ્મ ડિવોશન ઓફ સસ્પેક્ટ એક્સનું શૂટિંગ કરી રહી છે.

શૂટિંગના છેલ્લા દિવસે કરીનાને ફિલ્મના સેટ પર મળવા માટે મોટો દીકરો તૈમૂર પહોંચ્યો હતો. જ્યાં કરીનાએ તેની સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ લાગી રહ્યું છે કે, ‘છોટે નવાબ’ ફોટો પડાવવાના મૂડમાં નહોતો એટલે જ તેણે ટોપીથી મોં સંતાડી દીધું હતું.

એવામાં કરીનાએ તૈમૂરની સરખામણી પતિ સૈફ સાથે કરી દીધી હતી. તૈમૂર સાથેની સેલ્ફી શેર કરતાં કરીનાએ લખ્યું, છેલ્લા દિવસે સેટ પર આવેલો મુલાકાતી પોતાની વાઈબ સાથે લાવ્યો છે સમર હોલિડે માટે તૈયાર છે નો પિક્ચર્સ અમ્મા ઉફ્ફ, એકદમ તેના પપ્પા જેવો છે #DSXનો છેલ્લો દિવસ. સમર ૨૦૨૨ માટે તૈયાર. બ્રો. મારો ટિમ ટિમ.” ફોટોમાં કરીના ચેક્સવાળા શર્ટમાં જાેવા મળી રહી છે.

જ્યારે તૈમૂરે સ્ટ્રાઈપ્સવાળું બ્લૂ અને વ્હાઈટ રંગનું ટી-શર્ટ પહેર્યું છે. સૈફ-કરીનાનો મોટો દીકરો તૈમૂર જન્મ્યો ત્યારથી જ મીડિયાના ફોટોગ્રાફર્સનો ફેવરિટ છે. તૈમૂરની દરેક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. જાેકે, હવે પાંચ વર્ષના તૈમૂરને મીડિયાના ફોટોગ્રાફર્સની સામે આવવું ખાસ પસંદ નથી. ઘણીવાર તે ફોટોગ્રાફર્સ પર ગુસ્સો કરતો જાેવા મળે છે.

આ તરફ સૈફને પણ મીડિયાને પોઝ આપવો ઓછો પસંદ છે. આ વાતનો ખુલાસો થોડા સમય પહેલા જ કરીનાએ કર્યો હતો. વર્કફ્રંટની વાત કરીએ તો, સુજાેય ઘોષની આ ફિલ્મમાં કરીના ઉપરાંત વિજય વર્મા અને જયદીપ અહલાવત છે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. આ સિવાય કરીના કપૂર આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં દેખાશે. આ ફિલ્મ ઓગસ્ટ ૨૦૨૨માં રિલીઝ થવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.