Western Times News

Gujarati News

કરીના કપૂરે અલગ-અલગ પ્રકારના કબાબ-દાળ ખાધા

મુંબઈ: મોમ-ટુ-બી કરીના કપૂરે હાલમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફોઈના દીકરા અરમાન જૈને મોકલેલા ભવ્ય ભોજનની તસવીર શેર કરી છે. કરીનાએ ડાઈનિંગ ટેબલ પર પડેલા ભોજનની તસવીરો શેર કરી છે અને લખ્યું છે ફૂડ કોમા. આ સાથે તેણે આટલા સારા ભોજન માટે અરમાનનો આભાર પણ માન્યો છે.

તસવીરમાં, ટેબલ પર ટ્રફલ દાળ, અલગ-અલગ પ્રકારના કબાબ અને કરી જાેવા મળી રહી છે. કરીનાની બહેન કરિશ્મા કપૂરે પણ ભોજનની તસવીર શેર કરી છે અને લખ્યું છે કે, ‘હંમેશા માટેનું શ્રેષ્ઠ ભોજન’. તસવીર પરથી બંને બહેનોએ સાથે ભોજન લીધું હશે તેમ લાગી રહ્યું છે. સૈફ અને કરીના આવતા મહિને તેમના બીજા બાળકને આવકારવાના છે.

કપલે ગયા વર્ષે લોકડાઉન દરમિયાન એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં વધારો થવા જઈ રહ્યો છે. આ સાથે તેમણે તેમના શુભચિંતકોનો પણ આભાર માન્યો હતો. બીજા બાળકના જન્મ પહેલા કરીના અને સૈફ તેના નવા ઘરમાં શિફ્ટ થયા છે. જે તેમના જૂના ઘરની સામેની બિલ્ડિંગમાં છે. કપલનું નવું ઘર તેમના જૂના ઘર કરતાં થોડુ મોટુ છે. જેમાં બંને બાળકોની સુવિધાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. તૈમૂરના જન્મના તરત બાદ તેની તસવીરો વાયરલ થઈ ગઈ હતી.

જાે કે, બીજા સંતાનના જન્મ વખતે સૈફ અને કરીના વિરાટ-અનુષ્કાના પગલે ચાલવા માગે છે. વિરાટ-અનુષ્કાએ તેમની દીકરીની તસવીરો હજુ જાહેર કરી નથી. ત્યારે કરીના પણ બીજા બાળકના જન્મ બાદ આમ કરવા માગે છે અને પ્રાઈવસીનું ધ્યાન રાખવા ઈચ્છે છે. અગાઉ બેબોએ પ્રેગ્નેન્સી દરમિયાન કામ કરવા વિશે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, મારે આ કરવાનું છે અથવા પેલું કરવાનું છે તેવી યોજના ક્યારેય હોતી નથી.

માત્ર હું તેવા પ્રકારની વ્યક્તિ નથી, જેને ઘરે બેસવાનું ગમે છે. મારે જે કરવું છે તે કરી રહી છું. કામ કરવાની વાત આવે છે ત્યારે પ્રેગ્નેન્સી દરમિયાન હોય કે પછી ડિલિવરી બાદ-પોઈન્ટ એ છે કે કોઈએ ક્યારેય કહ્યું કે પ્રેગ્નેન્ટ મહિલાઓ કામ ન કરી શકે? હકીકતમાં, તમે જેટલા એક્ટિવ રહેશો, એટલું જ તમારું બાળક હેલ્ધી રહેશે અને માતા ખુશ રહેશે. ડિલિવરી બાદ પણ જ્યારે તમે પોતાને ફિટ સમજાે ત્યારે બાળક, તમારા કામ અને પોતાના માટે બેલેન્સ કરવાનું ટ્રાય કરવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.