કરીના કપૂરે શેર કરી ફેમિલી ગેટ-ટુગેધરની તસવીર
મુંબઈ, કપૂર પરિવાર બોલિવુડ ઈન્ડસ્ટ્રીનો એક એવો પરિવાર છે, જેના મોટાભાગના સભ્યો એક્ટર્સ છે. કપૂર પરિવાર પાર્ટી અને ગેટ-ટુગેધર કરવા માટે પણ જાણીતો છે. દિવાળીથી લઈને નાતાલ સુધી દરેક તહેવાર પર તમામ સભ્યો ભેગા થાય છે અને સાથે લંચ કે ડિનર કરે છે.
હાલમાં ફરીથી કપૂર સિસ્ટર્સનું ગેટ-ટુગેધર યોજાયું હતું. જેમાં કરિશ્મા કપૂર, કરીના કપૂર, રિદ્ધિમા કપૂર સહાની, અનિસા મલ્હોત્રા તેમજ ફોઈની દીકરી નિતાશા નંદા હાજર રહી હતી. કરીના કપૂર, કે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તેણે બહેન કરિશ્મા અને કઝિન સાથેની કૂલ તસવીર શેર કરી છે.
કરીનાએ શેર કરેલી તસવીરમાં ગર્લ ગેંગના ચહેરા પર સ્માઈલ જાેવા મળી રહી છે. બેબોએ પ્રિન્ટેડ શર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. ગ્રુપમાં માત્ર તેણે ગોગલ્સ પહેર્યા છે. જ્યારે કરિશ્મા અને રિદ્ધિમાએ વ્હાઈટ કૂર્તામાં ટિ્વનિંગ કર્યું છે. આ સાથે એક્ટ્રેસે લખ્યું છે ‘જ્યારે તમે એકલાએ કાળા ચશ્મા પહેર્યા હોય.
આ સિવાય કરીના કપૂરે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ સૈફ અલી ખાને ગિફ્ટમાં આવેલા નવા હીલ્સની તસવીર શેર કરી છે. આ સાથે તેણે સૈફના વખાણ પણ કર્યા છે. તેણે લખ્યું છે ‘જ્યારે પતિ તમને શ્રેષ્ઠ જૂતાની જાેડી ગિફ્ટમાં આપે પતિને પ્રેમ કરો’.
આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે. રિદ્ધિમા કપૂર સહાનીએ પણ બહેનો સાથેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. તેમાં કપૂર સિસ્ટર્સને પોઝ આપતી જાેઈ શકાય છે. આ સાથે તેણે લખ્યું છે સિસ્ટર-સિસ્ટર કરીના કપૂરના પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, તે ખૂબ જલ્દી આમિર ખાન સાથે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’માં જાેવા મળવાની છે. ફિલ્મની ઘણા સમયથી રાહ જાેવાઈ રહી હતી અને આખરે એપ્રિલ,૨૦૨૨માં રિલીઝ થઈ રહી છે.SSS