કરીના કપૂરે સ્ટાઈલિશ ડ્રેસમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો
મુંબઈ: મોમ-ટુ-બી કરીના કપૂર સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. તેણે ફેન્સ સાથે પોતાની એક સ્ટનિંગ મોનોક્રિમ તસવીર શેર કરી છે. તસવીરમાં, એક્ટ્રેસ ગોર્જિયસ ડ્રેસમાં જાેવા મળી રહી છે. આ સાથે તેણે કંઈક રોમાંચક આવી રહ્યું હોવાની હિંટ આપી છે.
તસવીરમાં બેબોએ બ્લેક થાઈ-હાઈ સ્લીટ ડ્રેસ પહેર્યો છે. આ સાથે તેણે સ્ટાઈલિશ હીલ્સ પહેરી છે અને કાઉચ પર બેસીને પોઝ આપી રહી છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘હું રાહ જાેઈ રહી છું. એક્ટ્રેસે જેવી આ તસવીર શેર કરી કે તેના ફ્રેન્ડ્સ અને ફેન્સ તેના પર કોમેન્ટ કરવા લાગ્યા. મલાઈકાએ લખ્યું છે કે, ‘હું પણ રાહ જાેઈ રહી છું’.
તો સેલિબ્રિટી સ્ટાઈલિશ તાન્યા ઘાવરીએ લખ્યું છે કે, ‘ઉફ્ફ્ફ બેબો’. કરીનાની બેસ્ટી અમૃતા અરોરાએ લખ્યું છે કે, ‘હું પણ રાહ જાેઈ રહી છું. કરીના કપૂરની પોસ્ટ પર તેના ફ્રેન્ડ્સની કોમેન્ટને જાેઈને તેના ફેન્સને લાગી રહ્યું છે કે, તેઓ તમામ આવનારા બાળકની રાહ જાેઈ રહ્યા છે.
એક ફેને લખ્યું છે, ‘અમે પણ રાહ જાેઈ રહ્યા છે ક્વીન. આશા રાખીએ કે તે રાજકુમારી હોય અને તારા જેટલી જ સુંદર હોય’. તો એક યૂઝરે લખ્યું છે કે, ‘બેબો બેબીની રાહ જાેઈ રહી છે. કરીના કપૂર એક આદર્શ ગૃહિણી છે
તેમ કહી શકાય. કારણ કે તે કામ પણ કરી રહી છે, પરિવારનું ધ્યાન રાખી રહી છે તેમજ નવા ઘરને સજાવી પણ રહી છે. ત્યારે તેની ફ્રેન્ડ અને સેલિબ્રિટી સ્ટાઈલિશ તાન્યાએ આ તસવીર શેર કરીને એક્ટ્રેસના વખાણ કર્યા છે. તેણે લખ્યું છે કે, ‘ટૂ હોટ ટુ હેન્ડલ. અને આ પ્રેગ્નેન્સી તેમજ મહામારીના મધ્યમાં છે.
આ સિવાય ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તાને પણ કરીનાની આ તસવીર ગમી ગઈ છે. જે તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં શેર કરી છે અને લખ્યું છે કે, ‘જ્યારે પણ હું થાકી જાઉ છું ત્યારે કરીના બેબી અને પરિવાર સંભાળવાની સાથે કેટલું હાર્ડ વર્ક કરે છે તે જાેઉ છું. અને મારામાં ફરીથી એનર્જી આવી જાય છે’.