કરીના કપૂર દીકરાઓ સાથે આખરે બીચ પર વેકેશન માણશે
મુંબઈ, થોડા દિવસ પહેલા જ સૈફ અલી ખાનની ફિલ્મ ‘ભૂત પોલીસ’ રિલીઝ થઈ છે. જે બાદ સૈફ ફરી એકવાર પરિવાર સાથે ફરવા ઉપડી ગયો છે. બુધવારે કરીના કપૂર, સૈફ અલી ખાન અને તેમના બંને દીકરાઓ તૈમૂર-જેહ મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યા હતા. જાેકે, એ વખતે પટૌડી પરિવાર ક્યાં જઈ રહ્યો હતો તેની માહિતી સામે નહોતી આવી. હવે કરીના કપૂરે બીચ વેકેશનની તસવીરો શેર કરી છે.
ગુરુવારે બપોરે કરીના કપૂર ખાને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બે તસવીરો શેર કરી છે. આ તસવીરો પરથી એટલો અંદાજાે લગાવી શકાય છે કે તે પરિવાર સાથે બીચવાળા કોઈ સ્થળે ફરવા ગઈ છે.
કરીનાએ શેર કરેલી બે તસવીરોમાંથી એકમાં તેણે મોટી હેટ પહેરી છે અને તેનાથી પોતાનો ચહેરો ઢાંક્યો છે. તસવીરમાં બેબો નિયોન રંગના ટેન્ક ટોપમાં જાેવા મળી રહી છે. આ તસવીર સાથે બેબોએ લખ્યું, ‘કોણ છે’ બીજી તસવીરમાં વાદળી રંગનો સુંદર દરિયો અને કિનારે સફેદ રંગની રેતી જાેવા મળી રહી છે.
આ જાેતાં અંદાજાે લગાવાઈ રહ્યો છે કે, પટૌડી પરિવાર ફરી એકવાર માલદીવ્સ પહોંચી ગયો છે. તસવીરમાં કરીના બીચ પર આરામ કરતી જાેવા મળે છે જ્યારે સૈફ અને તૈમૂર દરિયામાં જાેવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાં બેબોએ ફેન્સને ‘ઝૂમ’ કરવાનું કીધું છે. જેથી સૈફ અને તૈમૂરની ઝલક દેખાય. જણાવી દઈએ કે, ગત મહિને જ સૈફ અલી ખાનનો બર્થ ડે ઉજવવા માટે તેઓ માલદીવ્સ પહોંચ્યા હતા.
સૈફ પોતાના પરિવાર સાથે સાદાઈથી બર્થ ડે ઉજવવા માગતો હતો. માટે જ કરીના-સૈફ અને તેમના દીકરાઓ માલદીવ્સ ગયા હતા. કરીનાએ એ વખતે ફેમિલી ફોટો શેર કરતાં લખ્યું હતું, “મારી જિંદગીના પ્રેમને જન્મદિવસની શુભેચ્છા. અનંત કાળ સુધી હું માત્ર ને માત્ર તને માગીશ.”SSS