કરીના કપૂર દીકરા તૈમૂર પર ઘણીવાર ગુસ્સે થઈ જાય છે
મુંબઈ, કરીના કપૂર અને સૈફ અલી ખાન તૈમૂર તેમજ જેહ નામના બે દીકરાના માતા-પિતા છે. એક્ટ્રેસના જણાવ્યા પ્રમાણે, પિતા તરીકે સૈફ એકદમ શાંત છે અને તેથી તેમના બાળકોને શિસ્તતા શીખવવી તે તેના પર છે. એક મેગેઝિન સાથે વાતચીત કરતાં બેબોએ ખુલાસો કર્યો કે, તે કડક સ્વાભવની નથી. તે થોડી ચિલ છે. જાે કે, તેણે વધુ શિસ્તતા જાળવવી પડે છે કારણ કે સૈફ તૈમૂરને એટલો બગાડે છે કે ક્યારેક-ક્યારેક તેને ગુસ્સો આવી જાય છે.
સૈફ ઘણીવાર રાતે ૧૦ વાગ્યા સુધી નાનકડા ટિમ ટિમ સાથે ફિલ્મ જાેવા માગતો હોય છે. જાે કે, કરીનાને તેમા દખલગીરી કરવી પડે છે અને ના પાડવી પડે છે, કેમ કે તૈમૂર સમયસર ઊંઘી જાય અને તે પૂરતી ઊંઘ લે તેવું તે ઈચ્છતી હોય છે. લોકડાઉનમાં તેમનું શિડ્યૂલ કેવી રીતે અવ્યવસ્થિત થઈ ગયું હતું તેના પર પણ એક્ટ્રેસે વાત કરી હતી.
કરીના કપૂરે ઉમેર્યું હતું કે, તેને હવે બે બાળકો છે ત્યારે તેમના ભોજન અને ઊંઘવાના સમય વિશે ચોક્કસ રહેવું તેના માટે થોડું મુશ્કેલ છે. બેબોના કહેવા પ્રમાણે, સૈફ થોડો રિલેક્સ હોવાના કારણે તેણે કડક બનવું પડેશે. તેનું માનવું છે કે, બાળકો જ્યારે મોટા થઈ રહ્યા હોય ત્યારે તેમને શિસ્ત શીખવવું જાેઈએ.
કરીના કપૂરનો મોટો દીકરો પાંચ વર્ષનો થઈ ગયો છે જ્યારે નાનો દીકરો જેહ આઠ મહિનાનો થઈ ગયો છે. બે દિવસ પહેલા જ તૈમૂરનો પાંચમો બર્થ ડે હતો. જાે કે, કોરોના વાયરસથી સંક્રમિત થઈ હોવાના કારણે કરીના કપૂર હાલ આઈસોલેશનમાં હોવાથી તે બર્થ ડે સેલિબ્રેટ કરી શકી નહોતી.
રિકવર થયા બાદ તે દીકરાનો બર્થ ડે મનાવશે. જેહની વાત કરીએ તો, આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં તેનો જન્મ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાની રાહ જાેવાઈ રહી છે. જે એપ્રિલમાં રિલીઝ થવાની છે. જે હોલિવુડની ફિલ્મ ‘ફોરસ્ટ ગમ્પ’ની રિમેક છે.SSS