Western Times News

Gujarati News

કરીના કપૂર પ્રેગ્નેન્સીના ત્રણ મહિના ચિંતા વિના કામ કરશે

મુંબઈ: બોલિવુડ ડીવા કરીના કપૂર ખાન બીજી વખત મા બનવાની છે. કરીના હાલ તો પોતાના પ્રેગ્નેન્સી પીરિયડને મન ભરીને માણી રહી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂર ખાને જણાવ્યું છે કે પ્રેગ્નેન્સી દરમિયાન તે શું ખાઈ રહી છે. સાથે જ એમ પણ જણાવ્યું કે આગામી ત્રણ મહિના સુધી તે કયું કામ નહીં કરે. કરીના કપૂર ખાન ફૂડી છે પરંતુ તેની સાથે પોતાની ફિટનેસનું પણ ધ્યાન રાખે છે. અવાનવાર તે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જે-તે દિવસે શું ખાઈ રહી છે તેની તસવીરો શેર કરતી રહે છે.

ક્યારેક બર્ગર તો ક્યારેક બિરયાનીનો સ્વાદ માણતી તસવીરો કરીના શેર કરી ચૂકી છે. આજે કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વેફલ અને મેપલ સીરપની તસવીર શેર કરી છે. પ્રેગ્નેન્સી ક્રેવિંગ્સ કરીના વેફલ ખાઈને સંતોષી રહી છે. કરીનાએ તસવીર શેર કરતાં લખ્યું, આ મારું મીલ (ભોજન) છે કે ચીટ મીલ? આગામી ત્રણ મહિના માટે આ રેખાઓ વચ્ચેનો ભેદ ધૂંધળો થઈ ગયો છે. મતલબ કે, પ્રેગ્નેન્સીના આગામી ત્રણ મહિના કરીના મન ભરીને ખાવાનું ખાશે. ડાયટની ચિંતા કર્યા વિના ઈચ્છા થશે તે ખાશે.

છ મહિનાની કરીના કપૂર ધર્મશાલામાં પતિ સૈફ અલી ખાન અને દીકરા તૈમૂર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. સૈફ અલી ખાન ફિલ્મના શૂટિંગ માટે ધર્મશાલામાં છે ત્યારે દિવાળી સેલિબ્રેટ કરવા માટે બેબો પણ તૈમૂર સાથે ત્યાં પહોંચી હતી. હિલ સ્ટેશન પર કરીના કુદરતી સૌંદર્ય તો માણી જ રહી છે સાથે દીકરાને માટીના વાસણ બનાવતા શીખવા પણ લઈ ગઈ હતી. હાલમાં જ કરીનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીર અને વિડીયો શેર કર્યા હતા જેમાં તે તૈમૂર સાથે માટીના વાસણ બનાવે છે.

આ ઉપરાંત ધર્મકોટથી કરીનાની બીજી તસવીરો પણ વાયરલ થઈ હતી. આ તસવીરો એ સમયની છે જ્યારે કરીના અને તૈમૂર માટીના વાસણ બનાવતા શીખવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે, કરીના અને સૈફે ઓગસ્ટમાં જાહેરાત કરી હતી કે, તેઓ બીજીવાર પેરેન્ટ્‌સ બનવાના છે. હાલ તેમનો એક દીકરો છે તૈમૂર, જે ૪ વર્ષનો થવા આવ્યો છે. વર્કફ્રંટની વાત કરીએ તો, કરીનાએ થોડા સમય પહેલા જ આમિર ખાન સાથેની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ પૂરું કર્યું હતું.

પહેલી પ્રેગ્નેન્સીની જેમ આ વખતે પણ કરીના કામ કરી રહી છે. ધર્મશાલા જતા પહેલા તેણે પોતાના રેડિયો શોનું પણ શૂટિંગ કર્યું હતું. કરીના પાસે કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મ તખ્ત પણ છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ, અનિલ કપૂર, વિકી કૌશલ, ભૂમિ પેડનેકર, જ્હાન્વી કપૂર પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.