Western Times News

Gujarati News

કરીના કપૂર બંને દીકરાઓના નામના કારણે ખૂબ ટ્રોલ થઈ

મુંબઈ, સૈફ અલી ખાનની બહેન સબા અલી ખાન શોબિઝથી દૂર રહે છે પરંતુ પોતાના પરિવારનો બચાવ કરવાની વાત આવે તો સોશિયલ મીડિયા યૂઝર્સને બોલતી બંધ કરતો જવાબ આપી દે છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરે નાના દીકરાનું નામ જહાંગીર પાડ્યું છે જેને લઈને સોશિયલ મીડિયા પર તેમને ખૂબ ટ્રોલ કરવામાં આવ્યા હતા. ૨૦૧૬માં કપલના મોટા દીકરા તૈમૂરના નામકરણ વખતે પણ આવી જ રીતે તેઓ ટીકાકારોનો શિકાર બન્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં સૈફ-કરીનાના બીજા દીકરા જહાંગીર (જેહ)નો જન્મ થયો હતો.

જાેકે, કપલે આ વખતે તેનું નામ જણાવામાં પાંચ-સાડા પાંચ મહિના જવા દીધા. સૈફ-કરીનાના દીકરાનું નામ જેહ પાડવામાં આવ્યું છે તેવું જાણવા મળતાં જ તેઓ ફરી ટ્રોલર્સના નિશાને આવ્યા હતા. હવે સૈફની બહેન સબાએ ઈન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ મૂકીને ભાઈ-ભાભી માટે અવાજ ઉઠાવ્યો છે. કરીના અને જહાંગીરની સુંદર તસવીર શેર કરતાં સબાએ લખ્યું, મમ્મા અને જાન જેહ.

જ્યારે એક મા બાળકને પોતાના ગર્ભમાં ઉછેરે છે અને તેને જિંદગી આપે છે ત્યારે માત્ર તેને અને બાળકના પિતાને જ અધિકાર આપવો જાેઈએ કે બાળક કેવી રીતે ઉછરશે. નામ અંગે તો કોઈને એટલે કોઈને બોલવાનો અધિકાર નથી. પરિવારના નિકટના સભ્યો નામ સૂચવી શકે છે પરંતુ અંતિમ ર્નિણય મા-બાપનો રહે છે. એક માએ પોતાની આત્માથી બાળકને સિંચ્યું છે અને માત્ર મા-બાપનો જ તેના પર હક છે.

મને લાગે છે કે, આ બધા માટે એક રિમાઈન્ડર છે કે તેમણે આ વાતનું સન્માન કરવું જાેઈએ. આજે, કાલે અને હંમેશા. લવ યુ ભાભ્સ અને બેબી જેહ. ફોઈ તરફથી પણ કિસ કરજાે.” સબાની આ પોસ્ટ પર ફેન્સ કોમેન્ટ કરીને તેનું સમર્થન કરી રહ્યા છે.

અગાઉ કરીનાએ દીકરાના નામ વિશે થયેલા હોબાળા પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, “હું હંમેશા હકારાત્મક વિચારો રાખતી વ્યક્તિ રહી છું અને મારા જીવનમાં ખુશ અને સંતુષ્ટ છું. સિક્કાની બે બાજુ હોય છે ત્યારે હું હંમેશા હકારત્મકતાને પસંદ કરીશ. પણ હવે સહન કરવાની મારી મર્યાદા આવી ગઈ છે અને એટલે જ મેં મેડિટેશન શરૂ કર્યું છે. અહીં આપણે બે નાના નિર્દોષ બાળકોની વાત કરી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.