કરીના-કરિશ્માએ મમ્મી બબીતાને બર્થ ડે પર વિશ કર્યું
મુંબઈ: કરીના કપૂર અને કરિશ્મા કપૂર મમ્મી બબીતા કપૂર સાથે ક્લોઝ બોન્ડ શેર કરે છે. ત્રણેય મા-દીકરીઓ ઘણીવાર તેમના રેગ્યુલર ગેટ-ટુગેધરમાં સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતાં અથવા શહેર બહાર ફરવા જતી જાેવા મળશે છે. આજે (૨૦ એપ્રિલ) બબીતા કપૂર તેમનો બર્થ ડે સેલિબ્રેટ કરી રહ્યા છે, ત્યારે બેબો અને લોલોએ તેમના સોશિયલ મીડિયા પર મમ્મી સાથેની તસવીરો શેર કરીને તેમને બર્થ ડેની શુભકામના પાઠવી છે. કરીના કપૂરે બે તસવીરો શેર કરી છે,
જેમાંથી એકમાં કરીના અને કરિશ્મા સાથે બબીતા જાેવા મળી રહ્યા છે જ્યારે બીજી તસવીર બબીતાની યુવાનીના દિવસોની છે. મમ્મીને બર્થ ડે વિશ કરતાં કરીના કપૂરે લખ્યું છે કે, ‘અમારી શક્તિ, અમારી દુનિયા અને મારી મમ્મીને જન્મદિવસની શુભકામના. લોલો અને હું હંમેશા તમને પરેશાન કરીશું. અને આ માટે જ મમ્મીઓ બની હોય છે’. કરીના કપૂરની આ પોસ્ટ પર મનિષ મલ્હોત્રા, રિદ્ધિમા કપૂર, અમૃતા અરોરા, સબા પટૌડી, કરિશ્મા કપૂર તેમજ ડેલનાઝ ઈરાની સહિતના સેલેબ્સે કોમેન્ટ કરીને બબીતા કપૂરને બર્થ ડે વિશ કર્યું છે. કરીશ્મા કપૂરે પણ ત્રણ તસવીરોનો એક વીડિયો શેર કર્યો છે.
જેમાંથી એક થ્રોબેક તસવીર છે. આ તસવીરમાં નાનકડી કરિશ્માએ બે ચોટલી લીધી છે અને મમ્મીના ખોળામાં બેઠી છે. બીજી તસવીરમાં કરિશ્મા અને બબીતા પાઉટ કરતાં જાેવા મળી રહ્યા છે. ત્રીજી તસવીર બબીતા કપૂરની છે. આ સાથે તેણે લખ્યું છે કે, ‘અમારી મમ્મીને જન્મદિવસની શુભેચ્છા. કોઈ શબ્દ વર્ણવી શકે તેના કરતાં પણ વધારે તમને પ્રેમ કરીએ છીએ. કીપ રોકિંગ. કરિશ્મા કપૂરની પોસ્ટ પર કોમેન્ટ કરીને મલાઈકાએ લખ્યું છે કે, ‘હેપી બર્થ ડે બબીતા આંટી’. તો કરીનાની મોટી નણંદ સબાએ લખ્યું છે, ‘માશાઅલ્લાહ હેપી બર્થ ડે બબીતા આંટી સુરક્ષિત રહો.