કરીના જેહનો ફોટો શેર કરી બતાવી ૨૦૨૧ની સારી બાબત

મુંબઈ, ૨૦૨૧ના વર્ષનો આજે છેલ્લો દિવસ છે. આ વર્ષમાં શું ગુમાવ્યું, શું મેળવ્યું, સૌથી સારું સંભારણું કયું છે ને કઈ યાદ પીડાયુક્ત છે આ વિચારવા બેસીએ તો ઘણું આંખ સામે સરી જાય. ૨૦૨૧ પૂરું થવા ગણતરીના કલાકો બાકી છે ત્યારે સેલિબ્રિટીઝ પોતાના આ વર્ષની સૌથી સારી બાબતને ફેન્સ સમક્ષ મૂકી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂરે પણ ૨૦૨૧નો સૌથી સારો ભાગ કયો હતો તે જણાવ્યું છે.
૨૦૨૧માં કરીના કપૂર ખાન બીજીવાર મમ્મી બની હતી. કરીના અને સૈફના બીજા દીકરા જેહનો જન્મ ફેબ્રુઆરી ૨૦૨૧માં થયો હતો. ૨૦૨૧ના છેલ્લા દિવસે કરીના કપૂરે ૧૦ મહિનાના દીકરા જેહની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં જેહ ઘરમાં રમતો જાેવા મળે છે. જેહનું મોં ખુલ્લું છે અને તેના નાનકડા બે દાંત દેખાઈ રહ્યા છે.
કરીનાએ આ ક્યૂટ ફોટો શેર કરતાં લખ્યું, તેના બે દાંત. ૨૦૨૧નો બેસ્ટ પાર્ટ . ૩૧ ડિસેમ્બર મારો દીકરો સૌનું નવું વર્ષ સારું જાય તેવી શુભેચ્છા. કરીનાએ શેર કરેલી જેહની તસવીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સિવાય કરીનાની નણંદ સબા, મનીષ મલ્હોત્રા વગેરેએ પણ કોમેન્ટ કરીને નાનકડા જેહ પર પ્રેમ વરસાવ્યો છે.
જણાવી દઈએ કે, ડિસેમ્બર મહિનાના મધ્યમાં કરીના કોરોના સંક્રમિત થઈ હતી. આ દરમિયાન કરીનાને પોતાના દીકરાઓથી દૂર રહેવું પડ્યું હતું, જેના કારણે દુઃખી હતી. જાેકે, ક્રિસમસના એક દિવસ પહેલા કરીનાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જે બાદ તે બંને દીકરાઓ અને પતિ સૈફ સાથે કપૂર પરિવારના એન્યુઅલ ક્રિસમસ લંચમાં સામેલ થઈ હતી. કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં કરીનાએ સોશિયલ મીડિયા પર થેન્ક્યૂ નોટ શેર કરી હતી.
તેણે લખ્યું હતું, “મારો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આ ખરાબ સ્વપ્ન સમાન સ્થિતિમાં અમારા પરિવારનું ધ્યાન રાખવા માટે થેન્ક્યૂ મારી બહેન કરિશ્મા. મારી બેસ્ટફ્રેન્ડ અમૃતા, આપણે કરી બતાવ્યું. મારા મિત્રો, પરિવાર, પૂની, નૈના અને સૌનો પ્રાર્થના કરવા માટે આભાર.
મેસેજ કરવા માટે ફેન્સનો આભાર. ત્વરિત કાર્યવાહી માટે બીએમસીનો આભાર. છેલ્લે એક હોટેલ રૂમમાં પરિવારથી દૂર રહેવા માટે મારા વહાલા પતિનો આભાર. સૌને ક્રિસમસની શુભકામના. સુરક્ષિત રહેજાે. ઓકે બાય, હવે મારા દીકરાઓને કિસ કરવા જઉં છું.SSS