કરીના પતિ અને દીકરાઓ સાથે જેસલમેર પહોંચી
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાન બંને દીકરાઓ તૈમૂર અને જહાંગીર સાથે હાલ જેસલમેરમાં રજાઓ ગાળી રહ્યા છે. બોલિવુડનું આ પાવર કપલ લગભગ ૬ દિવસથી રાજસ્થાનના જેસલમેરમાં ફેમિલી ટાઈમ વિતાવી રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી કરીના કપૂરે જેસલમેર વેકેશનની કેટલીક ઝલક બતાવી છે.
આજે હેલોવિન છે ત્યારે બોલિવુડના સેલેબ્સ સોશિયલ મીડિયા પર પોતાના હેલોવિન લૂક દર્શાવતી પોસ્ટ મૂકી રહ્યા છે. દર વર્ષે દીકરા તૈમૂરને પણ કરીના હેલોવિન પાર્ટીમાં લઈ જાય છે.
જાેકે, આ વખતે તેઓ જેસલમેરમાં હોવાથી અન્યોની પાર્ટીના ફોટોગ્રાફ્સ જાેઈને સંતોષ માની રહ્યા છે. કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર તૈમૂરની એક તસવીર શેર કરી છે. તસવીરમાં તૈમૂર સ્વિમિંગ કોશ્ચયૂમમાં સ્વિમિંગ પુલના કિનારે બેઠેલો જાેવા મળે છે. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, પુલ પાસે આરામ કરતાં કરતાં બધાના હેલોવિન લૂક ચેક કરું છું.
આ પોસ્ટ સાથે કરીનાએ માય સન (મારો દીકરો) એવું હેશટેગ પણ મૂક્યું છે. તૈમૂરની આ તસવીર પર તેના ફોઈ સબા અલી ખાને કોમેન્ટ કરતાં લખ્યું, જાન ઝડપથી મોટો થઈ રહ્યો છે. માસી કરિશ્મા કપૂરે કોમેન્ટ કરતાં લખ્યું, સૌથી ક્યૂટ. અર્જુન કપૂરે કોમેન્ટ કરતાં લખ્યું, “આ ગ્લાસ તેના કરતાં મોટો છે. અમૃતા અરોરા અને પ્રિયંકા ચોપરાએ પણ તૈમૂરની તસવીર પર પ્રેમ વરસાવ્યો છે.
આ સિવાય ફેન્સ પણ તૈમૂરના આ ફોટોને પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત કરીનાએ અગાઉ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી કેટલીક તસવીરો શેર કરી હતી. એક તસવીરમાં કરીના જેસલમેરના સુંદર સ્થળે ફરતી જાેવા મળે છે. જ્યારે બીજી તસવીરમાં તેણે પોતાના પડછાયાનો ફોટો પાડ્યો છે અને તેને ‘બન ડે’ કહ્યો છે. તસવીરમાં દેખાતા પડછાયામાં કરીનાનો અંબોડો જાેવા મળે છે.
બીજી એક તસવીર તૈમૂરની છે. જ્યાં પગથિયા ચડીને તે એક પ્લેટફોર્મ પર બેઠેલો જાેવા મળે છે. સ્ટ્રાઈપ્ડ ટી-શર્ટ અને નિયોન શૂઝમાં તૈમૂરનો સ્ટાઈલિશ લૂક જાેવા મળે છે. કરીનાએ ફોટોગ્રાફ શેર કરતાં લખ્યું હતું, મારી જિંદગીનો પ્રેમ.
થોડા દિવસ પહેલા કરીનાએ નાના દીકરાની તસવીર શેર કરી હતી. જેમાં જહાંગીર યોગ કરતો જાેવા મળે છે. કરીનાએ આ તસવીર શેર કરતાં લખ્યું, ડાઉનવર્ડ ડોગ. જુઓ, અમારા ઘરમાં બધા જ યોગ કરે છે. ૮ મહિનાનો મારો દીકરો. જણાવી દઈએ કે, સૈફ-કરીનાનો નાનો દીકરો જહાંગીર આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં જન્મ્યો હતો.SSS