Western Times News

Gujarati News

કરીના મજેદાર વ્યક્તિ છે આ વાતની જાણકારી તેને મળ્યા બાદ થઈ: કુણાલ

મુંબઇ, સોહા અલી ખાન અને સૈફ અલી ખાનનો પરિવાર મોટાભાગના તહેવારો સાથે જ મનાવે છે. માત્ર સોહા અલી ખાન જ નહીં પરંતુ પતિ કુણાલ ખેમૂના પણ ભાભી કરીના કપૂર સાથે સારા સંબંધો છે. તેમની વચ્ચે કેવો ઘરોબો છે તેની ઝલક તેઓ સેલિબ્રેશનની જે તસવીરો શેર કરે છે તેમાં પણ જાેવા મળે છે.

હાલમાં, જ કુણાલ ખેમૂએ જ્યારે તેઓ ભેગા થાય ત્યારે ખાસ કરીને ડાઈનિંગ ટેબલ પર કેવું વાતાવરણ હોય છે તે વિશે ખુલાસો કર્યો હતો.

તેણે જણાવ્યું હતું કે, કરીના કપૂર ફની પર્સન છે અને એકવાર તે જાેક કહેવાનું શરૂ કરી દે પછી તેમના માટે જમવાનું પણ મુશ્કેલ થઈ જાય છે. કુણાલ ખેમૂએ કહ્યું હતું કે, જ્યારે તેઓ ભેગા થાય ત્યારે ડિનર ટેબલ કોમેડી શો બની જાય છે.

વાતાવરણ ખૂબ જ હળવું હોય છે અને તેઓ સાથે મળીને ખૂબ હસે છે. સિદ્ધાર્થ કનને આપેલા ઈન્ટરવ્યૂમાં કુણાલ ખેમૂએ કરીના કપૂરને ‘ફન પર્સન’ કહી હતી. તેણે ઉમેર્યું હતું કે, ‘કરીના કપૂર એક મજેદાર વ્યક્તિ છે.

આ વાતની મને ત્યારે ખબર પડી જ્યારે હું પરિવારનો ભાગ બન્યો. કરીનાને જાેઈએ તો પહેલી નજરમાં શરમાળ લાગે પરંતુ જેમ-જેમ તમે તેને ઓળખવા લાગો ત્યારે ખબર પડે કે તે ફની છે. તે એકવાર ફન ઝોનમાં જતી રહે બાદમાં તેની સામે બેસીને જમવાનું પણ મારા માટે મુશ્કેલ થઈ જાય છે.

કુણાલ ખેમૂ અને કરીના કપૂરને એકબીજા સાથે સારું ફાવે છે. બર્થ ડે પર પણ તેઓ એકાબીજા સાથેની તસવીરો શેર કરીને વિશ કરતાં રહે છે.

આ સિવાય કોરોના પહેલા તેઓ સાથે ફરવા પણ ગયા હતા. કુણાલ ખેમૂ અને સોહા અલી ખાન દીકરી ઈનાયા નૌમી ખેમૂના માતા-પિતા છે. તો સૈફ અલી ખાન અને કરીના કપૂરને બે દીકરા છે, જેનું નામ તૈમૂર અને જેહ છે.

જેહ હાલમાં જ એક વર્ષનો થયો છે. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કુણાલ ખેમૂને વેબ શો અભય હાલમાં જ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયો છે.

જેમાં તેની સાથે આશા નેગી, દિવ્યા અગ્રવાલ, નિધિ સિંહ, રાહુલ દેવ અને વિજય રાઝ પણ મહત્વના રોલમાં છે. તો બીજી તરફ, કરીના કપૂરની આમિર ખાન સાથેની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ની રિલીઝની રાહ જાેવાઈ રહી છે. જે હવે ઓગસ્ટમાં થિયેટરમાં આવશે. તે હોલિવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.