કરીના સૈફની સારી બાબતનો શ્રેય સાસુ શર્મિલાને આપે છે
મુંબઈ: કરીના કપૂર ખાન બોલિવુડની એવી એક્ટ્રેસ છે જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને દર્શકોના દિલમાં પોતાનું મજબૂત સ્થાન બનાવ્યું છે. ૨૦ વર્ષના કરિયરમાં કરીના કપૂરે પોતાના નિયમો બનાવ્યા અને તેનો જ અમલ કર્યો છે. લગ્ન બાદ ઘણી અભિનેત્રીઓએ ફિલ્મ પડદાને અલવિદા કહી દીધું છે
ત્યારે કરીનાની ગણતરી આજે પણ બોલિવુડની ટોચની એક્ટ્રેસમાં થાય છે. પહેલી પ્રેગ્નેન્સી વખતે કરીના કપૂરે મેટરનિટી ફેશન ટ્રેન્ડ સ્થાપિત કર્યો હતો અને બેબી બંપ સાથે રેમ્પ વોક પણ કર્યું હતું. બેબો માત્ર એક્ટિંગ પૂરતી જ સીમિત નથી રહી તેણે ઇત્નનું કામ પણ સંભાળ્યું છે. કરીના કપૂર ખાન હાલ રેડિયો શો વોટ વુમન વોન્ટનું સંચાલન કરે છે.
આ શોની ત્રીજી સીઝન શરૂ થઈ ગઈ છે. હાલ બીજી વખત પ્રેગ્નેન્ટ કરીના મહામારી વચ્ચે પણ આ શોનું શૂટિંગ કરી રહી છે. હાલમાં જ કરીનાએ ઇત્નની જવાબદારી, વર્કિંગ વુમન તરીકે બધું કેવી રીતે સંભાળે છે તે અને પતિ સૈફ વિશે વાત કરી છે. કરીનાએ કહ્યું, મને લાગે છે કે દરેક સીઝન સાથે હું નિખરી રહી છું.
પહેલી સીઝનમાં હું ખૂબ નવી અને નવર્સ હતી. પરંતુ આજે સાચું કહું તો આમાં ખૂબ મજા આવે છે. આ શોનો કોન્સેપ્ટ લોકોને પસંદ આવ્યો છે કારણકે તેઓ ટોપિક સાથે રિલેટ કરી શકે છે. આ એવી વાતો છે દરેક વ્યક્તિ સાંભળવા માગે છે પછી તે મહિલા હોય કે પુરુષ. કોઈ પોતાની કારમાં હોય કે કિચનમાં કામ કરતું હોય શો સાંભળી શકે છે.
અમને આમાં ખૂબ મજા આવી રહી છે અને આશા છે કે આ ચાલુ રહેશે. સૈફની આસપાસ મા શર્મિલા ટાગોર, બહેનો સોહા અલી ખાન અને સબા તેમજ તારા જેવી સશક્ત અને સ્વતંત્ર મહિલાઓ છે, તો શું તને લાગે છે તે મહિલાઓને સારી રીતે સમજી શકે છે? આ પ્રશ્નના જવાબમાં કરીનાએ કહ્યું, મને લાગે છે તે મહિલાઓને સમજે છે, ખાસ કરીને વર્કિંગ વુમનને પછી તે મા, બહેન, પત્ની કે દીકરી જ કેમ ના હોય. તે કામ કરતી મહિલાઓને સારી રીતે સમજે છે અને તેમનું સન્માન કરે છે. તે અમને સ્પેસ આપે છે કે અમારે જે કરવું છે તે કરી શકીએ. મને લાગે છે કે ખુશ મહિલા એ જ છે
જે પોતાને જે ગમે તે કરી શકે છે. હું ખુશ છું કે સૈફ આ વાત સમજે છે અને હું માનું છું કે આ બાબતે તે પોતાના માતા પાસેથી શીખ્યો છે. ઘણી એક્ટ્રેસ પ્રેગ્નેન્સી દરમિયાન સ્પોટલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. જ્યારે તું પહેલી પ્રેગ્નેન્સીમાં પણ કામ કરતી હતી અને અત્યારે પણ વોટ વુમન વોન્ટની ત્રીજી સીઝન શૂટ કરી રહી છે. શું આ પહેલાથી પ્લાન કરેલું હતું?