Western Times News

Gujarati News

કરીના હવે લાલસિંહ ચડ્ડા ફિલ્મમાં ખાસ રોલમાં હશે

મુંબઇ, બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી કરીના કપુર પરિવારની સાથે સાથે ફિલ્મોમાં પણ બરોબર તાલમેલ બેસાડી રહી છે. તેની પાસે મોટા બેનરની ફિલ્મો સતત આવી રહી છે. આ જ કડીમાં તે હવે આમીર ખાનની સાથે નવી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. લાલસિંહ ચડ્ડા નામની ફિલ્મમાં તે કામ કરવા જઇ રહી છે. આ ફિલ્મમાં કરીના કપુર ખાસ રોલમાં દેખાશે. વિતેલા વર્ષોમાં કરીના આમીર સાથે અનેક મોટી સુપરહિટ ફિલ્માં કામ કરી ચુકી છે.

લાલ સિંહ તેની ૨૫મી ડિસેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. લીડ રોલવાળી ફિલ્મોને લઇને પણ તે વધારે આશાવાદી નથી. પરિવારમાં વધારે સમય ગાળી રહી છે. સેફ અલી સાથે તેની કેમિસ્ટ્રી લગ્ન બાદ શાનદાર રહી છે. તમામ કાર્યક્રમમાં બન્ને સાથે નજરે પડે છે. હાલમાં ખુબ ઓછી ફિલ્મમાં કામ કરી રહી છે. તેનુ કહેવુ છે કે તે હવે પરિણિત છે. જેથી તેના માટે પરિવાર હવે સૌથી મહત્વપૂર્ણ છે. વિતેલા વર્ષોમાં જુદા જુદા રોલ મારફતે તમામને પ્રભાવિત કરનાર કરીના કપુર હેવ ઓછી સક્રિય દેખાઇ રહી છે. ચમેલીના રોલમાં પણ તે ચર્ચા જગાવી ચુકી છે. બીજી બાજુ ઝીરો ફિગર મેળવીને ચર્ચા જગાવનાર કરીના કપુર હવે નંબર ગેમમાં માનતી નથી. જુદા જુદા ચેટ શો, અને ફિલ્મો મારફતે લોકપ્રિય થનાર કરીના કપુર હવે ખુબ ઓછી ફિલ્મમાં કામ કરે છે. પોતાની સગર્ભા અવસ્થા સુધી કરીના કપુર ફિલ્મોમાં સક્રિય રહી હતી. હવે કરીના કપુર એક બાળકની માતા છે. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોમાં કામ કરી રહી છે પરંતુ તેના માટે સૌથી મહત્વપૂર્ણ બાબત પરિવાર છે.કરીનાની માંગ હજુ અકબંધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.