કરી પત્તાના નામે આ આેનલાઈન શોપિંગ વેબસાઈટમાં થતી હતી ગાંજાની દાણચોરી
ભોપાલ, ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એમેઝોનના માધ્યમથી ગાંજાની મોટી દાણચોરી સામે આવી છે. પોલીસે આ મોટા રેકેટનો ખુલાસો કરતા ૨૦ કિલો ગાંજા સાથે બે લોકોની અટકાયત કરી છે. ગાંજાની દાણચોરી ‘કરી પત્તા’ના નામ પર કરવામાં આવતી હતી.
પોલીસે આપેલી જાણકારી મુજબ ગાંજાના આ કન્સાઈનમેન્ટને વિશાખાપટ્ટનથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ એમેઝોનના માધ્યમથી મધ્યપ્રદેશ મંગાવવામાં આવ્યું હતું. આરોપીઓએ શરૂઆતી પૂછપરછમાં જણાવ્યું કે છદ્બટ્ઠર્ડહના માધ્યમથી લગભગ ૧ ટન ગાંજાની દાણચોરી કરવામાં આવી છે.
ગાંજા સાથે પોલિસે જે બે લોકોની અટકાયત કરી છે, તેમાં એકની ઓળખ સૂરજ ઉર્ફ કલ્લૂ (ગ્વાલિયરના મોરારનો મૂળ નિવાસી) અને પિન્ટુ ઉર્ફ બિજેન્દ્ર સિંહ તોમર (ભિંડ જિલ્લામાં ઢાબા ચલાવતા) તરીકે થઈ છે. ૨૦ કિલો ગાંજાના આ કન્સાઈનમેન્ટને વિશાખાપટ્ટનમથી એમેઝોનના માધ્યમથી મંગાવવામાં આવ્યું હતું.
ભિંડ જિલ્લાના પોલિસ અધિકારી મનોજ કુમાર સિંહે ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે, પકડાયેલા લોકો સાથે પૂછપરછ કર્યા બાદ માલૂમ પડ્યું છે કે છેલ્લા ૪ મહિનાથી ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી પ્રતિબંધિત માદક પદાર્થ મંગાવવામાં આવ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા ચાર મહિનામાં તેમના દ્વારા એક જ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને લગભગ એક ટન ગાંજાે મેળવવામાં આવ્યો છે. આરોપીઓએ છેલ્લા ચાર મહિના દરમ્યાન એક કરોડ દસ લાખ રૂપિયાની દાણચોરીને અંજામ આપ્યો છે.
બંને સાથે પૂછપરછ કર્યા બાદ તેમના એક સાથીને હરિદ્વાર (ઉત્તરાખંડ)થી પકડવામાં આવ્યો છે. પોલિસના જણાવ્યા મુજબ બાતમીદારથી સૂચના મળી હતી કે આરોપી સૂરજ ઉર્ફે કલ્લૂ પવૈયા એમેઝોન દ્વારા કરી પત્તાના ટેગથી આંધ્ર પ્રદેશથી માદક પદાર્થ ગાંજાની ડિલીવરી ગ્વાલિયર, ભોપાલ, કોટા, આગ્રા તેમજ અન્ય જિલ્લામાં કરવામાં આવતી હતી.
તેમાં એમેઝોનની ૬૬.૬૬ ટકાની ભાગીદારી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે આ સમગ્ર રેકેટના કિંગપિન સૂરજ પવૈયાએ ગુજરાત સ્થિત કપડાની કંપનીનો ઉપયોગ કરીને એમેઝોન પર હર્બલ પ્રોડક્ટ્સ અને કરી પત્તા વેચનાર તરીકે પોતાની નોંધણી કરાવી હતી. આ સાથે તેને એમેઝોન પર પોતાનો બારકોડ બનાવવાની મંજૂરી મળી ગઈ હતી. જેનો ઉપયોગ કરીને આરોપી ગાંજાની દાણચોરી કરતા હતા.
આ સમગ્ર મામલામાં રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભારતીયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું કે, વિક્રેતાની નોંધણી કરતા પહેલા વેચનારની વાસ્તવિકતા અને વિશ્વસનીયતા વિશે જાણવા માટે દ્ભરૂઝ્ર કરવું જાેઈતું હતું. આ ઉપરાંત, મારિજુઆના જેવી ગેરકાયદેસર વસ્તુઓના વેચાણની મંજૂરી આપવી ન જાેઈએ.