કરૂક્ષેત્રમાં લાઠીચાર્જ બાદ કિસાનો ઉશ્કેરાઇ ગયા

ફાઈલ ફોટો
પાનીપત, પિપલી અનાજમંડીમાં ભારતીય કિસાન યુનિયનની રેલીમાં પહોંચતા પહેલા જ કિસાનોને પિપલી ચોક પર રોકી દેવામાં આવ્યા હતાં અને તેમને પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું પરંતુ કિસાનો માન્યા ન હતાં જેથી પોલીસે સામાન્ય લાઠીચાર્જ કર્યો હતો અને કિસાનોને ભગાડી મુકયા હતાં કેટલાક કિસાનોને હિરાસતમાં પણ લઇ લીધા હતાં.
કિસાનોએ પિપલી ચોકને છોડી જીટી રોડ પર બીજી તરફ ટ્રાફિક જામ કરી દીધી ફલાઇવોરથી પણ વાહનોની અવર જવર રોકી દેવામાં આવી હતી પોલીસ દળે બાદમાં ટીયર ગેસના સેલ છોડી કિસાનોને અલગ પાડયા હતાં.
ભાકિયુના મીડિયા પ્રવકતા રાકેશ બોસની પોલીસે અટકાયત કરી હતી તેમની શરીફગઢથી ધરપકડ કરવામાં આવી છે કિસાનોને બસોમાં પોલીસે બેસાડી ધરપકડ કરી છે બાદમાં કિસાનોને ભીમ રાજડ શર્મા પોલીસ સ્ટેશન ખાતે મોકલી દીધા હતાં કિસાનોએ પોલીસ પર પથ્થરો પણ ફેંકયા હતાં જેને કારણે કેટલાક પોલીસ કર્મચારીઓને ઇજા પહોંચી હતી આથી પોલીસે પણ કિસાનો પર બળ પ્રયોગ કર્યો હતો. ધારાસભ્ય બલરાજ કુડુની પણ પોલીસે અટકાયત કરી છે તેઓ કિસાનોનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. કિસાનોનો આરોપ છે કે સરકાર ખેડૂતોને બદાવવા માંગે છે જે કિસાનો કોઇ પણ કીંમતે સહન કરી શકશે નહી આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે નેશનલ હાઇવે પણ જામ કરી દેવામાં આવ્યો હતો. જેથી લાંબી લાઇનો વાહનોની લાગી ગઇ હતી.HS