કરોડપતિ સ્વિપર સેલેરી નથી ઊપાડતો, લોકોથી પૈસા માગીને ઘર ચલાવે છે
પ્રયાગરાજ,સંગમ નગરી પ્રયાગરાજમાં સીએમઓ ઓફિસના રક્તપિત વિભાગમાં કામ કરતો એક સ્વીપર કરોડપતિ છે. તમને સાંભળીને આશ્ચર્ય થશે કે, તેમના ખાતામાં ૭૦ લાખ રૂપિયા છે અને તેમની પાસે જમીન અને મકાન પણ છે. મહત્વની વાત એ છે કે, તેમણે લગભગ ૧૦ વર્ષથી બેંકમાંથી સેલેરી નથી ઉપાડી. હવે બેંક વાળા તેમને પોતાની સેલેરી ઉપાડવા માટે વિનંતી કરી રહ્યા છે. પરંતુ સ્વીપર ધીરજ પોતાનો ખર્ચ લોકો પાસેથી પૈસા માંગીને કાઢે છે.
ધીરજનો વેશ અને ગંદા કપડા જાેઈને લોકો તેને ભિખારી સમજે છે. તે લોકોના ચરણ સ્પર્શ કરી પૈસા માંગીને પોતાનો ખર્ચ ચલાવે છે. લોકો તેને પૈસા આપી પણ દે છે, પરંતુ ધીરજ કોઈ સામાન્ય માણસ નથી તે કરોડપતિ સ્વીપર છે.
ધીરજ નામનો આ વ્યક્તિ ગંદા કપડા પહેરીને સીએમઓ ઓફિસની આસપાસ લોકો પાસે પૈસા માંગતા નજર આવશે. તેમને ભિખારી સમજીને લોકો પૈસા પણ આપી દે છે. પરંતુ તે ભિખારી નથી તે જિલ્લા કુષ્ઠ રોગ વિભાગમાં સ્વીપર તરીકે કાર્યરત છે. તે કરોડપતિ છે એ વાતની જાણ ત્યારે થઈ જ્યારે બેંકના કર્મચારી આ વ્યક્તિને શોધતા રક્તપિત ઓફિસ પહોંચ્યા હતા. ત્યારે કર્મચારીઓને આ વાતની જાણ થઈ કે, ધીરજ તો કરોડપતિ છે.
તેમણે ૧૦ વર્ષથી પોતીની સેલેરી બેંકમાંથી નથી ઉપાડી. તેમની પાસે પોતાનું મકાન અને અકાઉન્ટમાં મોટી રકમ પણ છે. ધીરજના પિતા આ જ વિભાગમાં સ્વીપરના પદ પર કાર્યરત હતા અને નોકરી દરમિયાન જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. તેથી મૃતક આશ્રિત તરીકે ધીરજને ૨૦૧૨માં તેમના બદલે સ્વીપરની નોકરી મળી ગઈ હતી. ત્યારથી તેમણે પોતાની સેલેરી બેંકમાંથી નથી ઉપાડી તે ત્યાં જ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી પૈસા માંગીને પોતીનો ખર્ચ ચલાવે છે.
કરોડપતિ ધીરજ પોતાની મા અને બહેન સાથે રહે છે. તેમના હજુ લગ્ન નથી થયા અને તેઓ લગ્ન કરવા પણ નથી માંગતા. તેનું કારણ છે કે, તેમને ડર છે કે, તેમની રકમ કોઈ લઈ ના લે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ધીરજની માનસિક સ્થિતિ થોડી નબળી છે પરંતુ ઈમાનદારી અને મહેનતથી પુરુ કામ પણ કરે છે.SS2KP