કરોડપતિ સ્વીપર સેલેરી નથી ઉપાડતો લોકો પાસે પૈસા માંગીને ઘર ચલાવે છે
(એજન્સી)પ્રયાગરાજ, સંગમ નગરી પ્રયાગરાજમાં સીએમઓ ઓફીસના રકતપીત વિભાગમાં કામ કરતો એક સ્વીપર કરોડપતિ છે. તેમને સાંભળીને આશ્ચર્ય થકે કે, તેમના ખાતામાં ૭૦ લાખ રૂપિયા છે. અને તેમની પાસે જમીન અને મકાન પણ છે. મહત્વની વાત એ છે કે, તેમણે લગભગ ૧૦ વર્ષથી બેંકમાંથી સેલેરી નથી ઉપાડી માટે વિનંતી કરી રહયા છે. પરંતુ સ્વીપર ધીરજ પોતાના ખર્ચ લોકો પાસેથી પૈસા માંગીને કાઢે છે.
ધીરજનો વેશ અને ગંદા કપડા જાેઈને લોકો તેને ભિખારી સમજે છે તે લોકોના ચરણ સ્પર્શ કરી પૈસા માંગીને પોતાનો ખર્ચ ચલાવે છે. લોકો તેને પૈસા આપી પણ દે છે, પરંતુ ધીરજ કોઈ સામાન્ય માણસ નથી તે કરોડપતિ સ્વીપર છે. ધીરજ નામના આ વ્યકિત ગંદા કપડા પહેરીને સીએમઓ ઓફીસની આસપાસ લોકો પાસે પૈસા માંગતા નજરે આવશે. તેમને ભિખારી સમજીને લોકો પૈસા પણ આપી દે છે.
પરંતુ તે ભિખારી નથી તે જીલ્લા કૃષ્ઠ રોગ વિભાગમાં સ્વીપર તરીકે કાર્યરત છે. તે કરોડપતિ છે એ વાતની જાણ ત્યારે થઈ જયારે બેંકના કર્મચારીઅઓ વ્યકિતને શોધતા રકતપિત ઓફીસ પહોંચ્યા હતા. ત્યારે કર્મચારીઓને આ વાતની જાણ થઈ કે, ધીરજ તો કરોડપતિ છે.
તેમણે ૧૦ વર્ષથી પોતીની સેલેરી બેકમાંથી નથી ઉપાડી તેમની પાસે પોતાનું મકાન અને એકાઉન્ટમાં મોટી રકમ પણ છે. ધીરજના પિતા આ જ વિભાગમાં સવીપરના પદ પર કાર્યરત હતા અને નોકરી દરમ્યાન જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું તેથી મૃતક આશ્રિત તરીકે ધીરજને ર૦૧રમાં તેમના બદલે સ્વીપરની નોકરી મળી ગઈ હતી.
ત્યારથી તેમણે પોતાની સેલેરી બેકમાંથી નથી ઉપાડી તે ત્યાં જ અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી પૈસા માંગીને પોતાની મા અને બહેન સાથે રહે છે. તેમના હજુ લગ્ન નથી થયા અને તેઓ લગ્ન કરવા પણ નથી માંગતા. તેનું કારણ છે કે, તેમને ડર છે. કે તેમની રકમ કોઈલઈ ના લે. કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે ધીરજની માનસીક સ્થિતી થોડી નબળી છે. પરંતુ ઈમાનદારી અને મહેનતથી પુરું કામ પણ કરે છે.