કરોડોના આલીશાન ઘરમાં શાહિદ-મીરા ગૃહ પ્રવેશ કરશે
મુંબઈ, બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં રાજપૂત હવે જલદી જ નવા ઘરમાં રહેવા જશે. રિપોર્ટ મુજબ, શાહિદ કપૂરે રૂપિયા ૫૬ કરોડની કિંમતનું આલીશાન ઘર ખરીદ્યું છે. જ્યારે આ ઘર રેડી થઈ જશે ત્યારે શાહિદ કપૂર અને તેની પત્ની મીરાં રાજપૂત આ નવા ઘરમાં શિફ્ટ થશે.
એક્ટર શાહિદ કપૂરે મુંબઈના બાંદ્રા-વર્લી સી-લિંક નજીક ૩૬૦ વેસ્ટમાં એક ટાવરમાં ૪૨મા અને ૪૩મા માળે આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ ઘર શાહિદ કપૂરે વર્ષ ૨૦૧૮ના સપ્ટેમ્બર મહિનામાં દીકરા ઝેનના જન્મ આસપાસ ખરીદ્યું હતું. આ વર્ષે તેઓ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કરશે.
નવા ઘર વિશે વાત કરતા શાહિદ કપૂરે જણાવ્યું કે, નવું ઘર ઘણું જ મોટું છે, સમયની સાથે બાળકોને ઘરમાં વધારે જગ્યાની જરૂરિયાત ઊભી થાય છે. પરિવાર મોટો હોવાનો અહેસાસ પણ સુખદ હોય છે. અહીં નોંધનીય છે કે શાહિદ કપૂર અને મીરાં હાલ પોતાના સંતાનો સાથે મુંબઈના જુહૂ વિસ્તારમાં રહે છે.
મળતી માહિતી મુજબ, શાહિદ કપૂરનું આ નવું ઘર ૮,૬૨૫ સ્ક્વેયર ફૂટનું છે. જેમાંથી સી-લિંકનો સુંદર નજારો જાેવા મળે છે. વર્ષ ૨૦૧૮માં આ ઘર માટે શાહિદ કપૂરે કથિતરીતે ૫૬.૬ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સિવાય ઘરના રજિસ્ટ્રેશન માટે ૨.૯૧ કરોડ રૂપિયા અલગથી ચૂકવવા પડ્યા હતા.
એક રિપોર્ટ મુજબ, શાહિદ કપૂરનું ઘર એક લગ્ઝરી એપાર્ટમેન્ટ છે. જેમાં કોઈ ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ છે. આ ઘરની સાથે શાહિદ કપૂરને ૬ કાર પાર્કિંગની જગ્યા મળે છે. એપાર્ટમેન્ટમાં ફિટનેસ ઝોનથી લઈને બાળકો માટેની એક્ટિવિટી અને એડવેન્ચર ઝોનની સુવિધાઓ પણ છે.
બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને એક્ટ્રેસ મૃણાલ ઠાકુર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ની રિલીઝ ડેટ પાછળ ખેંચાઈ છે. અગાઉ ફિલ્મ ‘જર્સી’ તારીખ ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧એ રિલીઝ થવાની હતી પરંતુ હવે તેની રિલીઝ ડેટ આગળ ખેંચાઈ છે. દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસો વચ્ચે ‘જર્સી’ની રિલીઝ ડેટ પાછળ ખેંચવાનો ર્નિણય લેવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.
ડિરેક્ટર ગૌતમ ટીન્નાનુરી અને એક્ટર શાહિદ કપૂર, મૃણાલ ઠાકુર, પંકજ કપૂર સ્ટારર ફિલ્મ ‘જર્સી’ આજથી ૨ વર્ષ પહેલા રિલીઝ થયેલી તેલુગુ ફિલ્મ ‘જર્સી’ની રીમેક છે. ક્રિકેટ આધારિત આ ફિલ્મ ‘જર્સી’માં શાહિદ કપૂર તદ્દન નવા જ લૂકમાં જાેવા મળી રહ્યો છે. ફિલ્મ ‘જર્સી’માં એક્સ-ક્રિકેટર અર્જુન (શાહિદ કપૂર)ની વાર્તા છે જે ફરી એકવખત ક્રિકેટ સાથે જાેડાય છે. જેમાં તેનો પારિવારિક સંઘર્ષ દેખાડવામાં આવ્યો છે.SSS