Western Times News

Gujarati News

કરોડોના ખર્ચે બનેલ સુએજ ગટર લાઈન ઝઘડિયા કોર્ટ રોડ પર જ મોટા પાયે લીકેજ

આ કોર્ટ રોડ પર ઝઘડીયા જીન, ઝઘડિયા એ.પી.એમ.સી, ઝઘડિયા એસટી ડેપો, ઝઘડિયા  કોર્ટ તથા રેલવે સ્ટેશન આવેલા હોય તેમ છતાં તંત્ર દ્વારા કોઈ દરકાર કરવામાં આવતી નથી. 

ઝઘડિયા – સુલતાનપુરા  ગ્રામ પંચાયત, ઝઘડિયા આરોગ્ય વિભાગ, ઝઘડીયા મામલતદાર, ઝઘડીયા તાલુકા વિકાસ અધિકારી, ઝઘડિયા પ્રાંત અધિકારી સહિતના જવાબદાર વિભાગો વારંવાર લીકેજ થતી ઝઘડિયાની સુએજ ગટર લાઈન પ્રત્યે બેદરકારી દાખવી રહ્યા છે.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, ઝઘડિયા ગામ માં છેલ્લા કેટલાક સમય પહેલા પ્રજાના પૈસે ગામમાં સુએજ ગટર લાઈન બનાવવામાં આવી હતી જે વારંવાર જાહેર રસ્તા ઉપર લીકેજ થતી હોય જવાબદાર ગ્રામ પંચાયતથી લઈ જીલ્લા કક્ષા સુધીનાઓ આ ગટર લાઈનની ખરાબ કામગીરી અને વારંવાર થતી લિકેજના પરત્વે બેદરકારી દાખવી રહ્યા છે.

હાલમાં આ સુએજ ગટર લાઈન ઝઘડિયા કોર્ટ રોડ પર આવેલ એપીએમસી અને એસટી ડેપો પાસે ખૂબ મોટા પ્રમાણમાં લીકેજ થઈ રહી છે અને છેલ્લા કેટલા સમયથી આ સુએજ ગટર લાઇનનું ગંદુ ગંધાતું પ્રદૂષિત પાણી જાહેર રોડ પર રોજિંદુ ફેલાઈ રહ્યું છે.તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા જાગૃત નાગરિકોની ફરિયાદ મળ્યા બાદ પણ કોઈ પગલાં ભરવામાં આવતા નથી અને તમામ જવાબદારો એકબીજા પર ઠીકરા ફોડી રહ્યા છે.

કોર્ટ રોડ પર લીકેજ થયેલ સુએજ ગટર લાઈન બાબતે લીમોદરાના આરીફ શેખ નામના જાગૃત નાગરિકે ગ્રામ પંચાયતથી લઈ જીલ્લા મથક સુધી આ બાબતની મૌખિક ટેલિફોનિક તેમજ સોશ્યલ મીડિયા થકી જાણ કરી હોવા પછી પણ હજી સુધી લીકેજ સુએજ ગટર લાઈનુ સમારકામ હાથ ધરવામાં આવ્યું નથી.જે એક તાલુકા મથકની સમસ્યા શરમજનક ગણી શકાય, પરંતુ નેતાઓને આ બધી ક્યાં પડેલી છે!તેમને તો પ્રજાને મૂર્ખ બનાવી મત મેળવવામાં જ રસ છે અને હોંશે હોંશે સત્તા હાસિલ કરી લેવી છે

પરંતુ નાગરિકોના સળગતા પ્રશ્નો બાબતે મૌન સેવી રહી છે.જે લોકશાહી માટે ખતરારૂપ ગણાવી શકાય. જાગૃત નાગરિક આરીફ શેખ દ્વારા ઝઘડિયા ગ્રામ પંચાયત, ઝઘડીયા મામલતદાર કચેરી,ઝઘડીયા તાલુકા પંચાયત કચેરી,ઝઘડિયા પ્રાંત અધિકારી કચેરી,ઝઘડિયા આરોગ્ય વિભાગ,જીલ્લા વિકાસ અધિકારી કચેરી ટેલિફોનિક, સોશિયલ મીડિયા થકી તેમજ મૌખિક જાણ કરી હોવા પછી પણ છેલ્લા કેટલા દિવસોથી સમસ્યાનો નિરાકરણ આવતું નથી.જો સત્વરે વારંવાર લીકેજ થતી સુએજ ગટર લાઈનનુ કાયમી ધોરણે નિરાકરણ નહીં લાવે તો ઝઘડિયાના ગ્રામજનો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.