કરોડોના નુકશાનની થપાટ ખાઈ બજારો પુનઃ ધમધમતા થયા
બજારોમાં કામ કરતા કારીગરો-મજુરો વતન જતા રહેતા માલિકો મુશ્કેલીમાં અમદાવાદમાં બે મહિના પછી જનજીવન ધબકતું થયુ
અમદાવાદ, ધાતક કોરોનાને કારણે લગભગ બે મહિનાના લાબા સમયના લોકડાઉન પછી આજે ગુજરાત સહિત દેશભરમાં વેપાર-ધંધા ફરીથી ધમધમતા થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. દેશના જુદા જુદા રાજ્યોમાં અલગ-અલગ પ્રકારે વેપાર-ધંધાને પુનઃ શરૂ કરવા ગાઈડલાઈન જારી કરાઈ છે. દેશમાં અનલોક-૧ના તબક્કાની આજથી શમરૂઆત થઈ છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પણ તેનો આજથણી જ અમલ થતા જાણે કે લોકડાઉનથી નિષ્પ્રાણ થઈ ગયેલું વાતાવરણ ચેતનવંતુ થઈ ગયું છે.
વહેલી સવારથી જ લોકો કામધંધાના સ્થળે જવા નીકળતા ફરીથી જનજીવન ધકરતું થયાનો અહેસાસ થયો હતો. રાજ્ય સરકારે લોકોમા વિશ્વાસનું વાતાવરણ સર્જાય અને અર્થતંત્ર ચેતનવંતુ બને તે માટે કન્ટેનમેન્ટ વિસ્તારોને બાદ કરતા તમામ સ્થાનો પર વેપાર-ધંધાની છૂટ આપી દેતા લાંબા સમયથી જેનો નગરજનો ઈંતેજાર કરતા હતા તે પ્રકારની સામાન્ય પરિÂસ્થતિનું નિર્માણ થયું હતુ ખાસ તો બે મહીના જેટલા લાબા સમયથી કામ ધંધો બધ રહેતા સેંકડો લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા. પરંતુ કેન્દ્ર રાજ્ય સરકારે નવી ગાઈડલાઈન જાહેર કરતા જ આજથી જનજીવન રાબેતા મુજબનું થયું હતુ.
લોકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા મળી રહે તે માટે એસ.ટી., એ.એમ.ટી.એસ., રેલ્વે , રીક્ષાઓ સહિતના પરિવહનને નીતિ નિયમોની મર્યાદા સાથે શરૂ કરવાના આદેશ આપ્યા હતા. જેના પગલે સવારથી જ અમદાવાદ શહેરના જુદા જુદા માર્ગો પર ચહેલ-પહેલ જાવા મળી હતી. લાલ બસો નિયત કરેલા પેસેન્જરો સાથે દોડતી થઈ હતી. તો ઓટોરીક્ષાઓ સરળતાથી ફરતી થઈ હતી. જ્યારે એસ.ટી.ની બસોને પણ શરૂ કરી દેતા પરિવહન સેવા સ્વાભાવિક રીતે સરળતાથી ચાલે થઈ ગઈ છે. અમદાવાદમાં કન્ટેનમેન્ટ વિસ્તારોમાં છૂટછાટ અપાઈ નથી. આવશ્યક ચીજવસ્તુઓ સિવાયત્યાં Âસ્થતિ જૈસે થે છે. મતલબ કે અહીંયા પ્રતિબંધ યથાવત છે.
બીજી તરફ શહેરના તમામ પુલો ખુલી જતા આ તમામ પુલોને જાડતા માર્ગો વિસ્તારો ધમધમી ઉઠ્યા હતાં. ખાસ તો અમદાવાદ શહે.રના મુખ્ય બજારો ગણાતા રતનપોળ, રીલીફરોડ ફરીથી ધમધમતા થયા છે. અત્યાર સુધી ધંધા પાણી બંધ થઈ જતાં વેપારીઓને ખૂબ જ સહન કરવાનું આવ્યું હતું. પરંતુ હવે આજથી ધંધા પાણી રેગ્યુલર થતા જ વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. જા કે બજાર ભલે ખૂલ્યા પંરતુ વેચારીઓ સામે મોટો પડકાર ઘરાકી છે. ગ્રાહકોને બજારમાં આવતા સમય જરૂર જશે પણ તેના કરતા વધારે પડકાર વેપારીઓને કારીગરો-મજૂરોનો છે. મોટાભાગના બજારોમા લેબરો પોતાના વતન જતા રહ્યાં છે. તેમને પાછા આવતા સમય લાગશે. આજે શહેરના તમામ બજારો ખુલી ગયા છે. આ અંગે વિશેષ માહિતી આપતા ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના અગ્રણી આશિષભાઈ ઝવેરીએ વાતચીતમાં જણાવ્યું હતું કે કાલુપુર માર્કેટ, ટંકશાળ, ગાંધીરોડ પરની ચોપડીબજાર, પાંચકુવા માર્કેટ, મસ્કતી, ન્યક્લોથ, ઘંટાકર્ણ માર્કેટ સહિતના બજારો ધમધમતા થઈ ગયા છે.
આવતીકાલથી સોના-ચાંદીના બજાર શરૂ થશે. જેને લઈને શહેરી વિસ્તારોમાં વાતાવરણ જીવંત થઈ જશે. બજારોમાં વિશ્વાસના વાતાવરણનો સંચાર થયો છે. સોના-ચાંદી બજાર શરૂ થતા ધંધાકીય વ્યવહારોમાં આગામી દિવસોમાં તેજી જાવા મળશે. જા કે ટ્રાન્સપોર્ટ માર્કેટ તથા સોના-ચાંદીના બજારોમાંથી કારીગરો-મજૂરો પોતાના વતન જતા રહ્યાં હોવગાથી આ એક મોટી સમસ્યા છે. પરંતુ જુલાઈ-ઓગસ્ટ સુધીમાં કારીગરો પરત ફરશે તેવું અનુમાન છે. લોકડાઉનના બે મહિનાના સમયગાળામાં ધંધા-વેપારને કરોડો-અબજા રૂપિયાનું નુકસાન થયું છે. જેની ભરપાઈ થતા ઘણો લાંબો સમય જશે.
વળી વેપારીઓને તો ટેક્સમાં પણ કોઈ રહત મળે તેવું જણાતું નથી. જા કે આ બધાની વચ્ચે બજારો ફરીથી ખુલતા વેપાર ધંધાની ગાડી ધીમે ધીમે પાટે ચડી જશે. સમય જરૂર લાગશે પરંતુ તમામ બજારો એક સાથે ખુલવાની આગામી નજીકના દિવસોમાં વેપારીઓ તેમના કામધંધામાં માઇન્ડ સેટ કરી શકશે. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. પરંતુ કોરોના જેવી મહામારી વચ્ચે જનજીવન રાબેતા મુજબનું થઈ રહ્યુ છે એ રાહતની વાત છે. દરમ્યાનમાં કેન્દ્ર સરકાર તરફથી અનલોક-૧ ની શરૂઆત આજથી કરવામાં આવી છે.